તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ એરપોર્ટનો ચિંતાજનક રિપોર્ટ:ત્રણ વર્ષમાં એરપોર્ટ પર 59 વખત બર્ડ હીટ; જો દરેક વખતે કોઈ દુર્ઘટના ઘટી હોત તો 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોત!

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટની ફાઇલ તસવીર
  • દેશના 20 એરપોર્ટ પર પ્રાણી ઘૂસવાની ઘટનામાં રાજ્યના 3 એરપોર્ટનો સમાવેશ
  • એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ગાય-વાંદરા પણ ઘૂસ્યા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત દેશના 135થી વધુ એરપોર્ટમાંથી 20 જેટલા એરપોર્ટના ઓપરેશનલ એરિયા (જ્યાં ફ્લાઈટ પાર્ક થાય છે તે એરિયા) તેમજ રનવે સુધી પ્રાણીઓ ઘૂસી ગયા હોવાની ઘટના નોંધાઈ છે. જેમાં ગાય તેમજ વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચ્યા હોવાની ઘટના નોંધાઈ છે જે બર્ડ હીટ કરતા પણ વધુ ભયજનક છે. દેશના 20 એરપોર્ટમાં પ્રાણીઓ ઘૂસવાની ઘટનામાં ગુજરાતના અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરત સામેલ છે.

રાજ્યના અન્ય એરપોર્ટ પર પણ બર્ડ હિટની ઘટના
બીજી બાજુ આ જ સમયગાળા દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની 59 ઘટના નોંધાઈ હતી. અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, કંડલા એરપોર્ટ પર બર્ડહિટની ઘટનાઓ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, જો બર્ડ હિટને કારણે કમનસીબે કોઈ દુર્ઘટના બને તો ફ્લાઇટમાં સવાર 200 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. જો આ જ ઘટનાને ધ્યાને રાખીએ તો 59 વખત બર્ડ હિટમાં દુર્ઘટના થઈ હોત તો સરેરાશ 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોત.

રનવે પર નાના-નાના પ્રાણીઓ પણ ઘૂસી આવે છે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આરટીઆઈના જવાબમાં આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2017-18માં ગાય અને 2019-20માં વાંદરો અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા. તેની સામે 2018-19માં વડોદરા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં શાહુડી મૃત અવસ્થામાં મળી આવી હતી. જ્યારે 2019-20માં સુરત એરપોર્ટના રનવે પરથી બે શિયાળ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અન્ય એરપોર્ટ પરથી પણ નાના પ્રાણીઓ કૂતરા, શિયાળ, સસલું વગેરે પ્રાણીઓ મળી આવ્યા હતા. એજ રીતે ફ્લાઈટ મુવમેન્ટ માટે બર્ડ હીટની ઘટના પણ ભયજનક માનવામાં આવે છે.

અમદાવાદમાં ચોમાસામાં વધુ બર્ડ હીટ થાય છે
અમદાવાદ એરપોર્ટ પર ચોમાસા દરમિયાન સતત બર્ડ હીટની ઘટનાઓ નોંધાય છે. બર્ડહિટની ઘટનાઓ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સતત પગલા લેવામાં આવે છે તેમ છતાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હીટની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં નોનવેજની લારીઓ પક્ષીઓની અવરજવર રહેતી હોય છે.

બર્ડ હીટ રોકવા રન-વે પરથી ઘાસ દૂર કરાયું
અમદાવાદ એરપોર્ટનું સંચાલન હવે ખાનગી કંપની દ્વારા કરાઈ રહ્યું છે. ત્યારે એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના ન બને તે માટે લગભગ સાડા ત્રણ કિલોમીટર લાંબા રનવેની બંને બાજુએ લીલું ઘાસ કાપવામાં આવ્યું છે. તેની સાથે જ રનવે પર 15 જેટલા કર્મચારીઓ મુકવામાં આવ્યા છે જેઓ ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ પહેલા ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડવાની કામગીરી કરે છે. એ જ રીતે એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારોના લોકો જ્યાં ત્યાં કચરો ન નાખે તે માટે તેમને કચરો એકત્ર કરવા ડબ્બો આપવામાં આવ્યો છે.

વિવિધ એરપોર્ટ પર બર્ડ હીટ

એરપોર્ટ2017-182018-192019-20
અમદાવાદ102623
વડોદરા010
રાજકોટ3510
સુરત6714
કંડલા013