તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ વેસ્ટ:કોરોનાની બીજી લહેરમાં બાયો મેડિકલ વેસ્ટ બમણો થયો, અમદાવાદ શહેરમાં એક દિવસમાં 10,000 કિલો જેટલો વેસ્ટ નીકળે છે

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: નિકુલ વાઘેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની પહેલી લહેરમાં જે કંપનીઓને બાયો મેડિકલ વેસ્ટ 10 હજાર કિલો પ્રતિ દિવસ મળતો હતો તે વેસ્ટ બીજી લહેરમાં 20 હજાર કિલોથી વધારે જોવા મળ્યો હતો.

મેડિકલ વેસ્ટ કલેક્ટ કરતી કેર બીએમડબલ્યુ, પોલ્યુ કેર, મેડિકેર અને ઈકોલી વેસ્ટ નામની 4 કંપનીઓને શહેરની કોવિડ હોસ્પિટલોમાંથી મેડિકલ વેસ્ટના નિકાલનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પ્રતિ કંપની જો એક દિવસમાં બે-અઢી હજાર કિલો બાયો મેડિકલ વેસ્ટ કલેક્ટ કરે તો એક દિવસમાં 10,000 કિલો જેટલો ફક્ત કોવિડનો બાયો મેડિકલ વેસ્ટ અમદાવાદમાંથી નીકળે છે. પર્યાવરણવિદનું કહેવું છે કે, કોરોનાના લીધે બાયો મેડિકલ વેસ્ટનું પ્રમાણ વધ્યું છે, તો જીપીસીબી દ્વારા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે એક્શન પ્લાનની જરૂર છે. વેસ્ટ કલેક્ટર કંપનીઓ વેસ્ટનો યોગ્ય નિકાલ કરે છે કે નહીં, વેસ્ટથી ફેલાતા વાઇરસના અભ્યાસની જરૂર છે.

1,000 ડિગ્રી તાપમાનમાં પીપીઈ કીટ, માસ્ક અને ડિસ્પોઝેબલ વસ્તુ બાળીને નષ્ટ કરાય છે
કોરોનાના બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ઓટોગ્લેર અને ઈન્સનરેશન એમ બે પ્રકારે થાય છે. ઓટોગ્લેરમાં પ્લાસ્ટિક, રબર અને ગ્લાસ જેવા પદાર્થોને ડિસઇન્ફેક્ટ કરીને શ્રેડ કરાય છે, જે પદાર્થના નાના ટુકડા કરી તેને રિસાઇકલર્સને આપવામાં આવે છે. જ્યારે ઇન્સનરેશન પ્રોસેસમાં મેડિકલ વેસ્ટને 1000 ડિગ્રી તાપમાને બાળી નખાય છે.

ડોમેસ્ટિક વેસ્ટને બાયો વેસ્ટમાં ભેળવવું જોખમી
પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ જણાવ્યું કે, હોમ આઇસોલેશનમાં દર્દીઓના ઘરેથી નીકળતા બાયો મેડિકલ વેસ્ટને એકત્ર કરીને ડોમેસ્ટિક વેસ્ટમાં ભેળવી દેવાતા વાઇરસ ફેલાવાનું જોખમ રહે છે. જીપીસીબીએ બાયો મેડિકલ વેસ્ટને લીધે કોરોના સંક્રમણ ફેલાય છે કે નહીં તે અંગે અભ્યાસ કરવાની જરૂર છે.

નિમયોનું પાલન ન કરતી કંપનીઓને નોટિસ
જીપીસીબીના વિજય રાખોલિયાએ જણાવ્યું કે, જીપીસીબી માન્યતા પ્રમાણે રોજનો 87,600 કિલો બાયો મેડિકલ વેસ્ટ બાળવાની ક્ષમતા ધરાવતી કંપનીઓ છે જેમાં હાલ રોજનો 34 હજાર કિલો બાયો મેડિકલ વેસ્ટ બાળવામાં આવે છે. જે કંપની જીપીસીબીના નિમયોનું પાલન ન કરે તેમને નોટિસ અપાય છે.

એક કંપનીમાંથી 25 ટન રાખ નીકળે છે
કોરોના મહામારીમાં વાપરેલ વસ્તુઓમાંથી વાઇરસ ફેલાઇ શકે છે જેથી તેને ઇન્સનરેશન પ્રોસેસથી નષ્ટ કરવો પડે છે. કોવિડ વેસ્ટ બાળ્યા પછીની રાખને ડમ્પિંગ યાર્ડમાં મોકલાય છે. દર મહિને 20-25 ટન રાખ નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...