ચેઈન સ્નેચિંગના CCTV:વાસણામાં રોડ પર જતી મહિલાના ગળામાંથી બાઈકસવારે સોનાની ચેઈનનું સ્નેચિંગ કર્યું, બાઈક નંબરના આધારે પડકાયો

અમદાવાદ20 દિવસ પહેલા

અમદાવાદના વાસણા વિસ્તારમાં દેરાસર પાસેથી પસાર થયેલી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બાઈકના નંબરના આધારે પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં પકડીને મુદ્દામાલ રિકવર કર્યો હતો.પોલીસે હાલ આરોપી પાસેથી વધુ વિગતો મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

પલ્સરસવારે ચેઈન સ્નેચિંગ કર્યું હતું
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચેન્જ સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ શહેરના મંદિર અને ધાર્મિક શાળાની આસપાસના બનાવો વધતા હવે પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. આવો જ એક બનાવ બે દિવસ પહેલા અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા બેરાગઢ પાસે બન્યા હતો. જ્યાં એક મહિલા ત્યાંથી પસાર થતી હતી, ત્યારે પલ્સર બાઈક પર આવેલા એક શખસે મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી હતી.

સીસીટીવી ફૂટેજના આધારે બાઈકરને ઝડપ્યો
વાસણા વિસ્તારમાં બનેલી આ ઘટનાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયા બાદ પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક ફૂટેજમાં બાઈક પર આવેલા મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે ચેઈન સ્નેચિંગમાં વપરાયેલી બાઈકના નંબરના આધારે પોલીસે આરોપી કપૂર નામના શખસની ધરપકડ કરી છે. તેની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી બાઈક અને ચેન્જ કરાયેલા સોનાના દોરાની રિક્વરી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હજી પણ વોન્ટેડ આરોપીને શોધવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...