શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગ્યા બાદ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કરુંણાંતીકામાં શોક વ્યક્ત કર્યો છે અને આગનો ભોગ બનેલા પીડિતોના પરિવાજને સાંત્વના પાઠવી છે. જોકે અમદાવાદના મેયર બીજલ પટેલે શ્રેય હોસ્પિટલની મુલાકાત તો લીધી હતી પરંતુ આ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિજનોને સાંત્વના પાઠવવાના બદલે મીડિયાને જોઇને તુરંત ત્યાંથી ભાગ્યા હતા. બીજી તરફ શહેર ભાજપના પ્રમુખને ઘેરી લઇને હુરિયો બોલાવાયો હતો.
ભાજપના શહેર પ્રમુખનો હુરિયો બોલાવાયો
શ્રેય હોસ્પિટલની કરુણાંતીકા બાદ રાજકીય નેતાઓ હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. જેમાં ભાજપના શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ પહોંચ્યા હતા. એ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ હાજર હતા. જગદીશ પંચાલને તેમણે ઘેરી લીધા હતા, ધક્કે ચડાવ્યા હતા અને હુરિયો બોલાવ્યો હતો. લોકોનો રોષ વધતા જગદીશ પંચાલ હોસ્પિટલમાં જવાના બદલે પોતાની ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.