માસ્કનો દંડ વસૂલવા માગ:અમદાવાદમાં મોટા શાક માર્કેટ- જાહેર સ્થળે લોકો માસ્ક પહેરતા નથી, ભાજપના કોર્પોરેટરોએ સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
 • એક તરફ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા શહેરના જાહેર સ્થળો પર પ્રતિબંધ કે કડક કાર્યવાહી કરવા માંડેલા અને બીજી તરફ ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ
 • સાબરમતી રિવરફ્રન્ટમાં પશ્ચિમ તરફ આવેલા 42 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં તેને ચાલુ કરવા માગ

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ ફરિયાદ કરીને માસ્ક ન પહેરનાર સામે દંડ લેવા માગ કરી છે. શહેરમાં આવેલા મોટા શાકભાજી માર્કેટ અને તમામ વિસ્તારમાં શાક માર્કેટોમાં શાકભાજી વેચનારા અને લેવા આવનારા ગ્રાહકો માસ્ક ન પહેરતા હોય ત્યાં દંડની કાર્યવાહી કરવા માગ કરી હતી. એક તરફ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા શહેરના જાહેર સ્થળો પર પ્રતિબંધ કે કડક કાર્યવાહી કરવા જાહેરાત કરવા માંડ્યા હતા અને બીજી તરફ ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ હતી.

42 જેટલા CCTV કેમેરા બંધ હાલતમાં
સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ વિસ્તારમાં અબેલ રોડ પર 42 જેટલા CCTV કેમેરા લાગેલા છે. આ તમામની ફીડ AMCના CCTV કંટ્રોલરૂમમાં મળે છે. પરંતુ અત્યારે આ તમામ કેમેરા બંધ હાલતમાં અને તેની ફીડ કંટ્રોલરૂમમાં મળતી નથી જેની ફરિયાદ કરી હતી. જેથી તેને ચાલુ કરવા અંગે જણાવ્યું હતું.

ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ કામગીરી શરૂ થશે
આગામી દિવસોમાં ગાંધીઆશ્રમ ડેવલોપમેન્ટની કામગીરી શરૂ થવાની છે. જેમાં રોડની કામગીરી થશે જેના કારણે ટ્રાફિક થવાની શક્યતાઓ રહેલી છે, જેથી આ કામગીરી દરમિયાન લોકોને તકલીફ ન પડે તેના માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવા જણાવ્યું હતું. ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિ બેઠકમાં રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર એન્ડ સુએજ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હોસ્પિટલના મળી કુલ રૂ.48. 63 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા વિકાસ કામો

 • રૂ. 49 લાખના ખર્ચે દુધેશ્વર વોટર વર્કસ ખાતે એચટી રૂમ,આરસીસી-5 નીચે ઇમરજન્સી ખાતા માટે ઓફિસ બનાવવા તથા કમ્પાઉન્ડમાં આવેલ અન્ડરગ્રાઉન્ડ સમ્પમાં જરૂરી રિપેરિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 68 લાખના ખર્ચે ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં નરોડા રેલ્વે ક્રોસિંગ પર સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન પુશિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 496 લાખના ખર્ચે ઉત્તર-દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણી વિતરણ કરતા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાં સ્ટેન્ડબાય બોરવેલ બનાવવા તેમજ સબમર્સિબલ પંપ સેટ, સ્ટાર્ટર પેનલ, કેબલ તથા યુ-પીવીસી કોલમ પાઈપ સહિતની siTCની કામગીરીના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 919 લાખના ખર્ચે પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાં ઓવરહેડ ટાંકી તેમજ ભૂગર્ભ ટાંકી સાથે પંપ હાઉસના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 64 લાખના ખર્ચે પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં નરોત્તમ ઝવેરી હોલમાં બનાવવાની થતી કોવિડ હોસ્પિટલના અનુસંધાને કલરકામ સહિતની જરૂરી સિવિલ કામ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 83 લાખના ખર્ચે પૂર્વ ઝોન વસ્ત્રાલ વોર્ડમાં જુદા-જુદા અ.મ્યુ.કોર્પો. ના પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલ પ્રિકાસ્ટ કંપાઉન્ડ વોલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 49 લાખના ખર્ચે પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં વી.એસ. સ્મશાન ગૃહમાં નવી એક સી.એન.જી.ભટ્ટી ઉભી કરવા માટે નવો રૂમ બનાવવા તથા હયાત બિલ્ડિંગને રિપેરિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 1749 લાખના ખર્ચે પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડના તથા અન્ય વોર્ડના જુદા જુદા રસ્તાઓ રિસરફેસ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 376 લાખના ખર્ચે ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજમાં કોમ્યુનિટી હોલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 76 લાખના ખર્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં આવેલ ગામતળ વિસ્તારમાં આવેલ જુદા જુદા ગામતળ રસ્તાઓ આર.સી.સી. રોડ કરી પેવર બ્લોક લગાવવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 266 લાખના ખર્ચે પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં રતનપુરા તળાવની ફરતે આવેલ રોડને પેવમેન્ટ ક્વોલિટી કોંક્રિટ પધ્ધતિથી ડેવલપ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 136 લાખના ખર્ચે પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં રિસરફેસ / માઇક્રો રિસરફેસ કરવામાં આવેલા/ આવનાર રસ્તાઓ પર તેમજ જરૂરિયાત મુજબ અન્ય જગ્યાઓ ઉપર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટ, કેટ આઈ, એનેમલ પેઇન્ટ તથા સી.આર. બેઝ રોડ માર્કંગ પેઇન્ટ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 34 લાખના ખર્ચે એલજી જનરલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગ માટે એનેસ્થેસિયા વર્કસ્ટેશન (હાઈ એન્ડ) સી.એમ.સી. ચાર્જ સહિત ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 440 લાખના ખર્ચે અ.મ્યુ.કોપ. ના જુદા જુદા કુલ 37 તળાવોમાંથી તરતો કચરો / લીલ/વેલ/ ઘાસ તથા તળાવના ઢાળ ઉપરની બિન જરૂરી વેજિટેશન દૂર કરવા વાર્ષિક ધોરણે બે વર્ષ માટે તળાવ સફાઈની જાળવણીની કામગીરી કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
 • રૂ. 92 લાખના ખર્ચે સફાઈની દૈનિક ધોરણે હાથ ધરવામાં આવતી કામગીરી સાફ સફાઈ કામદારને આપવામાં આવતી એમ.એસ. હેન્ડકાર્ટ ખરીદ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.
અન્ય સમાચારો પણ છે...