તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોટાળા:સાયન્સ સિટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડમાં મોટાં છબરડાં, લોકોએ પૂરતા પુરાવા આપ્યા હોવા છતાં નામ અને સરનામામાં વ્યાપક ગોટાળાથી રોષ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયન્સ સિટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડમાં નામ-સરનામામાં વ્યાપક ગોટાળા હોવાનું બહાર આવતા, લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. કાર્ડમાં ગોટાળા અંગે તપાસ કરવા અને એજન્સી સામે કાર્યવાહી કરવા સાયન્સ સિટી વિસ્તારના લોકોએ માગ કરી છે.

પ્રોપર્ટી કાર્ડ માટે લોકોએ સિટી સરવેની ઓફીસમાં પૂરતા પુરાવા આપ્યા છે. તેમ છતાં નામ-સરનામા અને જેન્ડરમાં વ્યાપક ભૂલો થઈ છે. આ અંગે સિટી સરવે ઓફિસ દ્વારા સાયન્સ સિટી વિસ્તારના લોકોને નોટિસ આપી પ્રોપર્ટી કાર્ડમાં ભૂલ સુધારવા માટે એક મહિનાનો સમય અપાયો હતો. તેવું જણાવતા સાયન્સ સિટીના રોહિત પટેલે કહ્યું કે, લોકોએ પૂરતા પુરાવા આપ્યા હોવા છતાં પ્રોપર્ટી કાર્ડમાં વ્યાપક ભૂલો હોવા અંગે સિટી સરવેની ઓફિસમાં રજૂઆત કરી હતી. ત્યારે અધિકારીએ જવાબ આપ્યો હતો કે, આવી ભૂલો થઈ જાય. તમને લોકોને પુરાવા રજૂ કરવા સમય અપાયો છે. આ સમયમર્યાદામાં તમારે સુધારો કરાવી લેવાનો. અધિકારીઓ દ્વારા આવા અણઘડ જવાબો અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો