તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળામાં ભૂવો:CP સંજય શ્રીવાસ્તવના ઘરની બહાર ફરી એકવાર મોટો ખાડો પડ્યો, MLA પ્રદીપ પરમારના બેનર લગાવેલા ટ્રી ગાર્ડથી કોર્ડન કરવો પડ્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોનું ધ્યાન જાય એટલે ટ્રી-ગાર્ડથી ભૂવાને કોર્ડન કરાયો - Divya Bhaskar
લોકોનું ધ્યાન જાય એટલે ટ્રી-ગાર્ડથી ભૂવાને કોર્ડન કરાયો
  • અગાઉ પોલીસ કમિશનરના ઘરની બહાર ખાડાઓ પડતાં પોલીસકર્મીઓએ પુરવા દોડવું પડ્યું હતું
  • કોર્પોરેશન ભુવો પુરશે કે પોલીસકર્મીઓએ જ આ ભુવો પુરવા ફરી કામગીરી કરવી પડશે

અમદાવાદ શહેરમાં ઘણા વિસ્તારમાં રોડ તૂટી ગયા છે અને ભૂવા પડે છે જેને કોર્પોરેશન દ્વારા સમયસર સમારકામ કે પૂરવામાં ન આવતા લોકો તેમાં પડે છે અને ઇજાગ્રસ્ત થાય છે. આજે ગુરુવારે પોલીસ કમિશનરના ઘરની બાજુમાં જ આવેલા મેન્ટલ બારી રોડ પર FSLના ગેટ પાસે જ નાનકડો ભૂવો પડ્યો છે. તેમાં કોઈ પડે નહીં તેના માટે સ્થાનિક ધારાસભ્ય પ્રદીપ પરમારની તસવીર લગાવેલા બેનરવાળું ટ્રી ગાર્ડ મૂકી કોર્ડન કરી દેવાયો છે. જો કે, હજી સુધી આ ભૂવાને પૂરવામાં આવ્યો નથી.

AMCની જવાબદારી છતાં પોલીસકર્મીઓએ ખાડા પૂરવા પડ્યા હતા
ખાડા પૂરવાની જવાબદારી AMCની છે પરંતુ પોલીસ પોલીસ કમિશનરના ઘરની બહાર જ ખાડાઓ પડતા પોલીસકર્મીઓ ખાડા પૂરવા લાગે છે ત્યારે આ ભૂવો શું પોલીસકર્મીઓ પૂરશે કે પછી કોર્પોરેશનના તંત્ર દ્વારા તેને પૂરી લોકોને તેમાંથી પડતાં બચાવવામાં આવશે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવમાં ઘરની બહાર જ મોટો ખાડો પડતા શાહીબાગ PSI એમ.એચ ઝાલા ખાડો પૂરવા દોડી ગયા હતા.

CPના રહેઠાણ નજીક જ 12 જેટલા ખાડા
ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનરના ઘરની આજુબાજુના 1 કિમી વિસ્તારમાં 10-12 ખાડા પડેલા છે. સાથે રોડ રસ્તાની હાલત તો એટલી ખરાબ છે કે, કેટલીક વખત અકસ્માત પણ થાય છે. શાહીબાગ અને મેઘાણીનગર વચ્ચે રોડનું ધોવાણ થવાના કારણે આખો રસ્તો ખરબચડો થઈ ગયો છે. થોડા દિવસ પહેલાં જ PSIએ પોલીસ કમિશનરના ઘરની સામે જ ખાડો પૂર્યો હતો. પૂરેલા ખાડાને જોઈ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું અને PSI એ પુરેલા ખાડાની જગ્યા એ રેતીની બદલે કપચી નાખી રોડનું સમારકામનું કરવાનું શરૂ કરી દીધું હતું.

શાહીબાગ ખાતે લોકોની અવરજવર વધુ હોય છે તે માર્ગ પર જ ભૂવો પડ્યો
શાહીબાગ ખાતે લોકોની અવરજવર વધુ હોય છે તે માર્ગ પર જ ભૂવો પડ્યો

માત્ર 5 ખાડા પૂરવા માટે કહેવાયું બાકીની લોકોએ ફરિયાદ કરવી પડશે
તંત્રના કર્મચારીઓએ કહ્યું હતું કે, અહીંયાના 4-5 ખાડા પૂરવાની જ સૂચના મળી છે. બાકી આ વિસ્તારના અન્ય ખાડા અને રોડ રસ્તાની ફરિયાદ તો લોકોએ કરવી પડશે. આ જોતા લાગે છે કે એક ઉચ્ચ અધિકારીને તકલીફ પડે તો કેટલા અધિકારીઓ ઊંચા-નીચા થઈ જાય છે અને તાત્કાલિક તેઓ તેમની તકલીફ દૂર કરવા માટે દોડી આવે છે અને બીજી બાજુ સામાન્ય જનતા કે જે કોર્પોરેશનનો ટેક્સ પણ સમયસર ભરે છે પણ તેમને તેનો હક લેવા માટે પણ ધક્કા જ ખાવા પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો