સરકારી કર્મચારીઓને રાહત:સરકારી કર્મચારીઓની વર્ષો જૂની સમસ્યા થઈ દૂર, હવે પતિ-પત્ની બંનેને એક જ સ્થળે નિયુક્તિ મળી શકશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ તેમજ ફિક્સ પેના મહિલા કર્મચારી 1 વર્ષ અને પુરુષ કર્મચારી 2 વર્ષની સેવા બાદ બદલીની અરજી કરી શકશે

રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરી કરતા દંપતીઓને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળ નિયુક્ત આપવામાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પતિ-પત્નિ સરકારી કર્મચારી હોય અને અલગ અલગ જિલ્લામાં કામ કરતા હોય તેવા કિસ્સામાં તેઓ એક સાથે રહી સાથે તે માટે તેમને સાથે જ નિયુક્તિ આપવા કહેવાયું છે. ઉપરાંત ફિક્સ પે પર નોકરી કરતા કર્મચારીઓને પણ ટ્રાન્સફર માટે પાંચ વર્ષની સેવા પૂરી કરવી જરૂરી નહીં રહે.

સરકારી દંપતીને સાથે જ નિયુક્તિ મળી શકશે
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ, જે કેસોમાં પતિ કે પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઈ જાહેર સાહસોમાં નોકરી કરતા હોય તે કેસોમાં શક્ય હોય ત્યાં સુધી બંનેને એક જ સ્થળે રાખવા પ્રયાસ કરવો. જે સ્થળે પતિ કે પત્ની હોય તે જ સ્થળે પતિ કે પત્નીને ચાલુ રાખવા કે કોઈ એક સ્થળે બંનેને નિયુક્તિ આપવાની માગંણીઓ પર વિચાર કરવો. આવી વિચારણા પ્રક્રિયા દરમિયાન સક્ષમ સત્તાએ જાહેર હિત, વહીવટી જરૂરિયાતો અને કામના હિતને પ્રાધાન્ય આપવાનું રહેશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

બદલી માટે પાંચ વર્ષની સેવા જરૂરી નહીં
આ પરિપત્રમાં દિવ્યાંગ તેમજ ફિક્સ પેથી નોકરી કરતા કર્મચારીઓ માટે પણ આવકાર દાયક નિર્ણય લેવાયો છે. જેમાં દિવ્યાંગ તેમજ કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની ફરજ બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની ફરજ બજાવી હોય તો આવા ઉમેદવાર બદલી માટે અરજી કરે ત્યારે અરજીઓ ઉપર વિચારણા કરી બદલી કરી શકાશે. કેટલાક વિભાગો દ્વારા આવા કર્મચારીઓના કિસ્સામાં પાંચ વર્ષની સેવા પૂર્ણ ન થાય તે પહેલાં બદલી/જિલ્લા ફેરબદલી નહીં કરવાની સૂચનાઓ પ્રસિદ્ધ કરાય છે, જે સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ સાથે સુસંગત નથી.

સરકારના નિર્ણયથી કર્મચારીઓની મોટી રાહત
રાજ્ય સરકારના આ નિર્ણયથી પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય અને અલગ અલગ સ્થળ કે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેમને મોટી રાહત મળશે. સાથે જ તેમની બદલી માટે પાંચ વર્ષની ફરજિયાત સેવા આપવાની પણ જરૂર નહીં રહે.