આ ભીડથી કોરોના અનલોક થઈ શકે:અમદાવાદના ભદ્ર બજાર, માણેકચોકનું સોની માર્કેટ અને દિલ્હી દરવાજાના ફટાકડા બજારમાં ભારે ભીડ, કોરોનાને ખુલ્લું આમંત્રણ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલ દરવાજા વિસ્તારમાં જામેલી ભીડનું દ્રશ્ય - Divya Bhaskar
લાલ દરવાજા વિસ્તારમાં જામેલી ભીડનું દ્રશ્ય

દિવાળીના તહેવારની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી અંતે અમદાવાદની બજારોમાં ભીડનો માહોલ છે. લાલદરવાજાનું ભદ્ર બજાર, સાબરમતી રામનગર, પગરખાં બજાર, દિલ્હી દરવાજા ફટાકડા બજાર સહિતની બજારોમાં હવે ભીડ જામી છે. Divyabhaksarની ટીમે બજારમાં મુલાકાત લેતા સવારના સમયે ઓછી ભીડ અને ગણતરીના લોકો જોવા મળ્યાં હતાં જો કે સાંજથી બજારમાં ભીડ જામે છે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર અને માસ્ક વગર કેટલાક લોકો બજારમાં ખરીદી માટે ઉમટે છે
સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર અને માસ્ક વગર કેટલાક લોકો બજારમાં ખરીદી માટે ઉમટે છે

લાલદરવાજા ભદ્ર બજાર
લાલદરવાજા ખાતે આવેલું ભદ્ર પાથરણા બજાર સૌથી જૂનું અને જાણીતું બજાર છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી કપડાં, બૂટ- ચંપલ સહિત અન્ય વસ્તુઓ માટે ભીડ ઉમટી પડે છે. લોકો બપોરથી રાતે 10 વાગ્યા સુધી ખરીદી માટે ઊમટી પડ્યા હોય છે. અમદાવાદમાં જાણે કોરોના જ ન હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર અને માસ્ક વગર કેટલાક લોકો બજારમાં ખરીદી માટે ઉમટી પડે છે.

દિલ્હી દરવાજા ફટાકડા બજાર
અમદાવાદમાં ફટાકડા માટે રાયપુર અને દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલું ફટાકડા બજારમાં લોકો ફટાકડા લેવા જતાં હોય છે ત્યારે ફટાકડા બજારમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જામી છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ફટાકડાના કેટલાક વેપારીઓએ ઓનલાઈન ઓર્ડર લઈને હોમ ડિલિવરી આપવાનું શરૂ કર્યું છે. અન્ય નાના નના વિસ્તારમાં પણ ફટાકડાના સ્ટોલ લાગ્યા છે.

માણેકચોક સોની માર્કેટ
નવા વર્ષ અને દિવાળીમાં સોનાની ખરીદી માટે ધનતેરસના દિવસે લોકો સોનું ખરીદી કરતા હોય છે. માણેકચોક સોની બજારમાં હજી સુધી દિવાળીમાં દર વર્ષે જેવી ખરીદી થતી હોય છે તેવો માહોલ જોવા મળ્યો નથી. લોકો હવે કોરોનાની ધ્યાનમાં રાખીને પણ બહુ ઓછું બહાર નીકળે છે અને નજીકની દુકાનમાં ખરીદી કરે છે.

પગરખાં બજાર
માધુપુરા વિસ્તારમાં આવેલા પગરખાં બજારમાં લોકો ચંપલ, મોજડી અને બૂટ બનાવતા હોય છે જો કે અત્યારે દુકાનમાંથી રેડીમેઈડ જ બૂટ, ચંપલ અને મોજડી મળતી હોય છે જેથી બજારમાં ખૂબ જ મંદી છવાઈ ગઈ છે. બજારમાં તૈયાર મોજડી અને ચંપલનું વેચાણ થઈ રહ્યું છે. મોટી મોટી દુકાનોમાં પણ ગત વર્ષ કરતા ઓછી ઘરાકી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...