તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિનિ લોકડાઉનનું અનલોક:ગુજરાતમાં આજથી આ મોટા ફેરફારો, 18 શહેર કર્ફ્યૂ મુક્ત, જાણો હોટલ-ગાર્ડન સહિત શું કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિનિ લોકડાઉનમાં મળેલી છૂટછાટો 10 જુલાઈ સુધી લાગુ રહેશે
  • તમામ ડ્રાઈવર-કન્ડક્ટરે 30 જૂન સુધીમાં વેક્સિન લેવી પડશે
  • રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં

કોરોનાના કહેરને પગલે રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થતા સરકાર તબક્કાવાર રાહત આપી રહી છે. 24મી જૂને રાજ્ય સરકારે અનેક છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો હતો. આ છૂટછાટોનો 10 જુલાઈ સુધી અમલ રહશે. ત્યાર બાદ નવી સૂચનાઓ બહાર પાડવામાં આવશે.

આ નિર્ણયનો આજથી સમગ્ર ગુજરાતમાં અમલ કરવામાં આવશે. જેમાં 18 શહેરોને નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની રાહત મળી છે. જ્યારે આજથી 18 શહેરોને રાત્રિ કર્ફ્યૂ મુક્ત થયા છે. આજથી આ પ્રકારના અનેક મોટા ફેરફારો લાગુ થયા છે.

18 શહેરોમાં રાતના 10થી કર્ફ્યૂ લાગુ થશે
રાજ્યની આઠ મહાનગરપાલિકા કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. જો કે રાત્રિ કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આમ આ શહેરો રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ શહેરોમાં ધંધાકીય એકમો 9 વાગ્યા સુધી ચાલુ રહી શકશે.

તો બીજી તરફ વિસનગર, કડી, ડીસા, મોડાસા, અમરેલી સહિતના 18 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

ઓડિટોરિયમ અને સિનેમાઘરો ખુલી શકશે
તેમજ આજથી રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો આજથી અમલ કરાશે.

18 શહેરોના વેપારીઓ-સ્ટાફે 4 દિવસમાં વેક્સિન લેવી ફરજિયાત
જ્યાં નાઈટ કર્ફ્યૂનો અમલ છે તેવા 18 શહેરોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત છે. જે હવે 4 દિવસમાં તમામ વેક્સિન લઈ લેવી પડશે.

જ્યારે રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

8 મહાનગર સહિત 18 શહેરોના વ્યવસાયિક એકમો 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
નાઈટ કર્ફ્યૂનો અમલ છે એવા આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. જ્યારે હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

જાહેર કાર્યક્રમોમાં 200 લોકો ઉપસ્થિત રહી શકશે
તેમજ અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકો સામેલ થઈ શકશે. જ્યારે સામાજિક-રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

સ્પોર્ટ્સ સંકુલ અને સ્ટેડિયમમાં પ્રેક્ષક વિના રમત-ગમત ચાલુ રાખી શકાશે
જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટને 75 ટકાની ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપી છે. ડ્રાઈવર અને કન્ડક્ટરે 30 જૂન સુધીમાં વેક્સિનનો પહેલો ડોઝ લઈ લેવો પડશે. તેમજ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના સ્પોર્ટ્સ સંકુલ, સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે. રમત-ગમતમાં ભાગ લેનાર ખેલાડી અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સ્ટાફે 30 જૂન સુધીમાં વેક્સિનનો પહેલો ડોઝ લેવો પડશે.

કોરોનાગ્રસ્ત થયા હોય તેણે ડિસ્ચાર્જના 90 દિવસ બાદ વેક્સિન લેવી પડશે
તેમજ જે લોકોને 30 જૂન સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત છે તે તમામ કેટેગરીના લોકોમાંથી જો કોઈનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 14 દિવસથી અથવા ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુરંત વેક્સિનનો પહેલો ડોઝ લેવો પડશે.