સંતાન થતું નહીં હોવાથી ભૂવા પાસે ગયેલી મહિલાને ભૂવાએ પરપુરુષ સાથે સંબંધ બાંધવાની સલાહ આપી હતી. ત્યાર બાદ ભૂવાએ મહિલાને પોતાની સાથે જ સંબંધ રાખવાથી બાળક થશે તેવી અઘટિત માંગણી કરતાં મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જુહાપુરામાં રહેતી સુલતાના બાનુ(28) (નામ બદલેલ છે)પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. સુલતાનાને સંતાન થતું નહીં હોવાથી તેણે દોઢ વર્ષ પહેલાં પાડોશી દીકરીને દત્તક લીધી હતી. સુલતાનાને સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે, તેમના મહોલ્લામાં રહેતો ઈમ્તિયાઝ હુસેન ઉર્ફે જલાલી રહીમ શેખ દોરા-ધાગાનું કામ કરતો ભૂવો છે.
7 ઓગસ્ટે સાંજે ઈમ્તિયાઝ સુલતાનાના ઘરે આવ્યો હતો. જેથી સુલતાનાએ તેમને પોતાને બાળક થતું નથી અને ઘરસંસાર બરાબર ચાલતો નથી. ઈમ્તિયાઝે સુલતાનાને કહ્યું કે, તારે બાળક ના થતું હોય તો તારે પરપુરુષ સાથે સંબંધ બાંધવો પડે તોજ તને બાળક થશે. થોડીવાર પછી ઈમ્તિયાઝે સુલતાનાને કહ્યું કે, આપણે બંને હોટલમાં જઈએ અને તું મારી સાથે સંબંધ રાખીશ તો તને બાળક થાય તેમ છે. વારંવાર અઘટિત માગણી કરતાં મહિલાએ ઇમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.