શપથવિધિની સાથે સાથે:ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિતના જોડાયા, પરિવાર પણ હાજર રહ્યો

એક મહિનો પહેલા
ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના આચાર્ય દેવવ્રતે શપથ અપાવ્યા હતા
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને પદ અને ગોપનીયતા શપથ અપાવ્યા

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતાં. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર હતા. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.શપથવિધિમાં ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.

શપથગ્રહણમાં મોટી સંખ્યામાં હાજરી રહી
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યાં હતાં. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બૂકે આપી શુભેચ્છા પાઠવી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બૂકે આપી શુભેચ્છા પાઠવી

આ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યા
આજે ગુજરાતના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. હરિયાણાના સીએમ મોહનલાલ ખટ્ટર, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા હાજર રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા

સરકાર રચવાનો દાવો કર્યા બાદ દાદા ભગવાનના દર્શને ગયાં હતાં
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોમવારે બપોરે 2.20એ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લીધા
સોમવારે બપોરે 2.20એ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લીધા

ઘાટલોડિયા વિધાનસભા બેઠકના બીજા મુખ્યમંત્રી,પહેલા બેન અને હવે દાદા
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, અગાઉ આનંદીબેન પટેલ 2012માં આ જ વિધાનસભામાંથી ચૂંટાયેલા હતા, 2014માં મુખ્યમંત્રી બન્યા હતા, બેનના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની ટિકિટ બેનની ભલામણથી આપવામાં આવી હતી, અને ભૂપેન્દ્ર પટેલ પણ બેનની બેઠક પર ધારાસભ્ય પણ બન્યા અને બેનની જેમ મુખ્યમંત્રી પણ મળ્યા.

શપથવિધિ બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે હસ્તાંક્ષર કર્યા હતા
શપથવિધિ બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે હસ્તાંક્ષર કર્યા હતા
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રી જોડાયા
ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રી જોડાયા
ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલે બૂકે આપ્યું હતું
ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલે બૂકે આપ્યું હતું
સીઆર પાટીલે ભૂપેન્દ્ર પટેલને બૂકે આપ્યું
સીઆર પાટીલે ભૂપેન્દ્ર પટેલને બૂકે આપ્યું
ભૂપેન્દ્ર પટેલને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બૂકે આપ્યું
ભૂપેન્દ્ર પટેલને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બૂકે આપ્યું
ભૂપેન્દ્ર પટેલને નીતિન પટેલે બૂકે આપીને શુભેચ્છા આપી હતી
ભૂપેન્દ્ર પટેલને નીતિન પટેલે બૂકે આપીને શુભેચ્છા આપી હતી
રાજ્યપાલે ભૂપેન્દ્ર પટેલને શપથ અપાવ્યા હતા
રાજ્યપાલે ભૂપેન્દ્ર પટેલને શપથ અપાવ્યા હતા
પરિવાર શપથવિધિમાં જોડાયો હતો
પરિવાર શપથવિધિમાં જોડાયો હતો
રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની શપથવિધિમાં સૂચકહાજરી
રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની શપથવિધિમાં સૂચકહાજરી
ભૂપેન્દ્ર પટેલનો પરિવાર શપથવિધિમાં હાજર રહ્યો
ભૂપેન્દ્ર પટેલનો પરિવાર શપથવિધિમાં હાજર રહ્યો
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલે શપથવિધિ દરમિયાન
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલે શપથવિધિ દરમિયાન
મુખ્યમંત્રી પદના શપથ બાદ ભૂપેન્દ્ર પટેલે સીએમ ઓફિસમાં ચાર્જ લઈ લીધો હતો
મુખ્યમંત્રી પદના શપથ બાદ ભૂપેન્દ્ર પટેલે સીએમ ઓફિસમાં ચાર્જ લઈ લીધો હતો