આજે ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કરતાં પહેલા ભુપેન્દ્રભાઈ પટેલે, SGVP ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી ખાતે દર્શન કરીને સંતોના આશીર્વાદ લીધા હતા. શાસ્ત્રી માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્ર ગાન અને પૂર્ણકુંભ સાથે સ્વાગત કર્યું હતું. અને રાજ્ય સંચાલનમાં સફળતા માટે શુભકામના પાઠવી હતી.
ભૂપેન્દ્ર પટેલે પદભાર સાંભળતા પહેલા SGVPમાં દેવ દર્શન કરી, સંતના આશીર્વાદ લઈ ગાય માતાનું વેદોક્તમંત્રો સાથે વિધિવત પૂજન કરી મંગળ પ્રયાણ કર્યું હતું. નોંધનીય છે કે, ગઈકાલે જ ભૂપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરાયા બાદ તેઓ સૌથી પહેલા અડાલજ સ્થિત ત્રિમંદિરની મુલાકાતે ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.