નમસ્કાર,
આજે ગુરુવાર, તારીખ 17 નવેમ્બર, કારતક વદ આઠમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ
2) જ્ઞાનવાપી પરિસર હિન્દુઓને સોંપવાની અરજી પર આજે સુનાવણી
3) બીજા તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) દાદાએ સંપત્તિ જાહેર કરી: માતર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સામે કાર્યકરોમાં રોષ, ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (દાદા)એ અમિત શાહ સાથે રોડ શો કર્યો હતો. ત્યારબાદ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમણે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
2) કોંગ્રેસની 37 ઉમેદવારની અંતિમ યાદી જાહેર: બેચરાજીમાં ભરતજી કપાયા, બાયડમાં MLA જશુ પટેલના સ્થાને મહેન્દ્રસિંહને એકોમોડેટ કર્યા, કાંકરેજમાં જગદીશ ઠાકોરના ભાઈને ટિકિટ
કોંગ્રેસ આખરે ગુજરાત વિધાનસભાની 2જા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસની આગલી સાંજે 37 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી છે. આ ચૂંટણીમાં પોતાની 7મી યાદીમાં કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે 2 સિટિંગ MLA- બેચરાજીના ભરતજી ઠાકોર અને બાયડના જશુ પટેલને કાપ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
3) કંચન જરીવાલાના નાટ્યાત્મક વળાંકો: 8 મહિના પહેલાં AAPમાં જોડાયા, 14મીએ ઉમેદવારીનું ફોર્મ ભર્યું, 15મીએ ગાયબ, 16મીએ ફોર્મ પાછું ખેંચ્યું, હવે કહે છે 'કોંગ્રેસથી ખતરો'
સુરત પૂર્વ બેઠક આજે આખો દિવસ રાજકીય નાટ્યાત્મક વળાંકોનો રહ્યો છે. જેને ગઈકાલ સુધી કોઈ નહોતું ઓળખતું તે કંચન જરીવાલા આજે નેશનલ સેલિબ્રિટી બની ગયા છે. કારણ... આઠેક મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાનારા કંચનભાઈએ 14મીએ આ બેઠક પર ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર
4) હર્ષદ રીબડિયા બોલ્યા: માતાજીના સોગંદ ખાઈને કહું છું, 'આજ દિવસ સુધીમાં જો એક રૂપિયો કોઈએ મને પક્ષનો આપ્યો હોય તો મા ભગવતી મને કાળી રાતે ઉભો ચીરી નાખે'
વિસાવદરના કૉંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડિયા પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા અને હાલ વિસાવદર બેઠક પર ભાજપે તેને ટિકિટ પણ આપી દીધી છે. જો કે, જ્યારથી રીબડિયાએ પક્ષપલટો કર્યો ત્યારથી જ તેમની પર આક્ષેપોનો મારો થઈ રહ્યો છે. ત્યારે આજે રીબડિયાએ મૌન તોડી કહ્યું હતું કે, મેં મારી જમીન વેચીને રાજનીતિ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર
5) બાઈડનનું મોદીને સેલ્યુટ: કાલે પણ આવીને ઉત્સાહથી હાથ મિલાવ્યો હતો, G20 શિખર સંમેલનમાં એકબીજાને પાઠવી શુભેચ્છા
ઇન્ડોનેશિયાના બાલીમાં G20 શિખર સંમેલનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન બાલીમાં મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી હતી. પછી તેઓએ ત્યાં એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન જો બાઈડન PM મોદીને સેલ્યૂટ આપતા નજરે ચડ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
6) G-20 સમિટમાં વાગ્યો ભારતનો ડંકો: મોદી થયા ભાવુક, બાઈડને ઉત્સાહ સાથે મિત્રતા દેખાડી; સુનક આપશે વર્ષે 3,000 વિઝા
G20 સમિટના બીજા અને અંતિમ દિવસે ઇન્ડોનેશિયાએ તેની અધ્યક્ષતામાં ભારતને સોંપી હતી. ભારત 1 ડિસેમ્બરે નવી દિલ્હીમાં G20 જૂથના નેતાઓના શિખર સમ્મેલનનું આયોજન કરશે. ડિસેમ્બર 2022માં તેનું ઉદ્ધાટન ઉદયપુરમાં કરવામાં આવશે. રાજસ્થાનના ત્રણ શહેરો ઉદયપુર અને જોધપુરની સાથે જયપુરમાં કોન્ફરન્સ યોજાશે.
વાંચો સમાચાર વિગતવાર
7) નાસાના મિશન મૂનનું લોન્ચિંગ:સૌથી શક્તિશાળી રોકેટે ઉડાન ભરી, હાઇડ્રોજન લીક થવાને કારણે 45 મિનિટ વિલંબ થયો; અગાઉ 2 વખત મિશન ટળ્યું હતું
અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું મુન મિશન 'આર્ટેમિસ-1' લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સવારે 12.17 વાગ્યે ઉડાન ભરી છે. આ પહેલા 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે પણ લોન્ચિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ટેક્નિકલ ખામીઓ અને ખરાબ હવામાનને કારણે તેને ટાળવું પડ્યું હતુ.
વાંચો સમાચાર વિગતવાર
8) જોન્સનને બેબી પાઉડર બનાવવાની મંજૂરી, વેચાણ માટે નહીં:બોમ્બે હાઈકોર્ટે કહ્યું- 'પ્રોડક્શન કરો, પરંતુ તમારા જોખમ પર'
બોમ્બે હાઈકોર્ટે બુધવારે જોન્સન એન્ડ જોન્સન (J&J) ને મહારાષ્ટ્રમાં તેના મુલુંડ પ્લાન્ટમાં તેના પોતાના જોખમે બેબી પાઉડર બનાવવાની મંજૂરી આપી હતી. જોકે, કંપની અત્યારે તેનું વિતરણ અને વેચાણ કરી શકશે નહીં. સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને જસ્ટિસ એસજી ડિગેની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) નેતાજીનો અનોખો અંદાજ:નિકોલ વિધાનસભા બેઠકના ઉમેદવાર જગદીશ પંચાલે જાતે ચા બનાવી અને કાર્યકર્તાઓને પીવડાવી
2) કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર પથ્થરમારો:ગોધરા બેઠક પર મહિલા ઉમેદવારની ઘોષણાથી ગરમાવો; અજાણ્યા બાઈકસવાર શખસો તોડફોડ કરી ફરાર
3) રાજકોટની 8 સીટ પર કોણ કરોડપતિ?:રમેશ ટીલાળા, ઈન્દ્રનીલ સિવાય પણ છે ઘણા કરોડપતિ ઉમેદવારો, AAPના રોહિત ભૂવા પાસે 10 લાખ જ
4) કુખ્યાત સ્ટોનકિલરને આજીવન કેદ:ક્રાઇમ પેટ્રોલ જોઈ-જોઈને 6 વર્ષ પહેલાં હિતેષે આ રીતે મચાવ્યો હતો હાહાકાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પથ્થરથી માથું છૂંદતો
5) કમલનાથે હનુમાનજીના ફોટાવાળી કેક કાપી:ભાજપે કહ્યું- 'આ ભગવાન રામ-હનુમાનનું અપમાન છે'
6) યુવતીની હત્યા, 5 ટુકડામાં મળ્યો મૃતદેહ:UPમાં કૂવામાંથી મળ્યા બોડી પાર્ટ્સ, માથું ગાયબ; બળાત્કારની આશંકા
7) શ્રદ્ધા મર્ડર કેસમાં નવો ખુલાસો:ઘટનાના દિવસે આફતાબ અને શ્રધ્ધા વચ્ચે રોજીંદા ખર્ચા બાબતે થયો હતો ઝઘડો
8) પુતિને એક જ રાતમાં યુક્રેન પર 100 મિસાઇલ ઝીંકી:પોલેન્ડમાં પણ 2 મિસાઇલ પડી, 2 લોકોનાં મોત
આજનો ઇતિહાસ
1966માં ભારતની રીતા ફારિયાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. મિસ વર્લ્ડ બનનાર તે પ્રથમ એશિયન મહિલા હતી.
આજનો સુવિચાર
હિંમત એટલે શું? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો –ચાલટેન હેસ્ટન
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.