પટેલનો ભવ્ય રોડ શો- શાહ સાથે:પ્રભાતચોકથી જંગી રેલીમાં 1 હજાર યુવાઓ બાઈક સાથે જોડાયા, ભૂપેન્દ્ર પટેલે અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

3 મહિનો પહેલા

આજે ઘાટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા છે. ત્યારે તેમની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમની સાથે જોડાયા હતા. તેમણે પોતાની ઉમેદવારી ઘાટલોડિયા બેઠકથી નોંધાવી છે. પ્રભાતચોકથી લઈને સોલા સુધી રોડ શોના રૂપમાં રેલીમાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ જોડાયા. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાજપની ટોપી અને ખેસ પહેરીને જોડાયા હતા. ત્યારબાદ સોલા ખાતે મધ્યસ્થ કાર્યાલયનો અમિત શાહે ખુલ્લુ મૂક્યું હતું. રેલી પહેલાં કાર્યકરો સાથે મુખ્યમંત્રીએચર્ચા વિચારણા કરી હતી. તે ઉપરાંત ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો. રેલીમાં એક હજાર યુવાઓ બાઈક સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રીનું શક્તિ પ્રદર્શન સાથે મેગા શો
આજે ભૂપેન્દ્ર પટેલે પોતાનું ઘાટલોડિયા બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલાં તેમણા ત્રિમંદિર દાદા ભગવાનના દર્શન કર્યા હતા. બાદમાં પ્રભાત ચોક એક સભા કરી હતી. જેમાં અમિત શાહ જોડાયા હતા. સભા બાદ ચાલીને ગાડી સુધી સીએમ અને અમિત શાહ પહોંચ્યા હતા. ત્યાંથી બંનેએ રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન પોતાની રેલીમાં આગળ બાઇક રહેશે. રોડ શો દરમિયાન સ્થાનિકો અભિવાદન માટે ઉમટ્યા હતા. સુરક્ષકર્મીઓએ નાગરિકોને અમિત શાહ પાસ રોકતા અમિત શાહે સુરક્ષાકર્મીઓ પર રોષે ભરાયા અને તમામ લોકોને અભિવાદન માટે આવવા દેવા કહી દીધું હતું. રેલીમાં 1000થી વધારે બાઇકો સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમાં માલધારી સમાજના યુવાનો જોડાયા હતા. ચાણક્યપુરી બ્રિજ ઉપર યુવતીઓ સ્વાગત માટે ઉભી રહી હતી. રેલીમાં બીજી તરફ જતા વાહન ચાલકો પણ વાહન રોકીને રેલી જોવા માટે ઉભા રહી ગયા તથા કેટલાક લોકો વાહન પરથી જ અભિનંદન કરવા લાગ્યા હતા. ચાણક્યપુરી સર્કલ પાસે રેલી પહોંચી ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહનું લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રેલી ત્યાંથી ઝડપથી આગળ વધી હતી. પટેલ-શાહનો રોડ શો જોવા માટે ચાણક્યપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા તો પોતાના ઘરમાં ધાબા પરથી અને રોડ પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

ચાણક્યપૂરી વિસ્તારમાં માલધારી સમાજના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર દિનેશ દેસાઈ દ્વારા ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં લોકોએ માનવસાંકળ રચીને મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રીનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રેલી એસજી હાઈવે પહોંચી હતી. જ્યાં સોલા ખાતે ઘાટલોડિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચી હતી. મધ્યસ્થ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર હતા. અમિત શાહે એસજી હાઇવે પર સોલા ભાગવત પાસેના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. બંને સાથે મધ્યસ્થ કાર્યાલયથી ફોર્મ ભરવા રવાના થયા હતા અને ત્યારબાદ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

દાદાના દર્શન બાદમાં સભા અને પછી મેગા રોડ શો
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17મી નવેમ્બર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા સોલા મધ્યસ્થ કાર્યાલયથી રવાના થયા છે. ફોર્મ ભરતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન અમિત શાહ રોડ શો કરી રહ્યા છે. ઉપરાંત એસજી હાઈવે સોલા ભાગવત પાસે ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ અમિત શાહનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રેલીના સ્વરૂપે મુખ્યમંત્રી ફોર્મ ભરવા રવાના થયા હતા.

અમિત શાહે કહ્યું, ચૂંટણી પછીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર ત્રણ મીનિટ સુધી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઘાટલોડિયાના દરેક નાગરીક મારા પરિવારજન છે. દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. અહીં સંતો પણ હાજર છે. તેઓ આશિર્વાદ આપે. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધી અવાજ જોઈએ એમ પ્રચંડ અવાજથી ભારત માતા કી જય બોલો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ છે. ઘણા સમાજના લોકો અહીંયા ફોર્મ ભરાવવા માટે આવ્યા છે.1990થી ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે.ગુજરાતની જનતાની અસીમ કૃપા રહી છે.આપણી ઝોળી કમળથી ભરી દીધી છે.એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય નથી દેખાડ્યો.2022માં જેને જે હિસાબ લગાવી દેવો હોય એ કરજો બધા રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનશે.1995થી 2022 સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહીં દેશના લોકતંત્રના ઈતિહાસમાં છે.

અન્ય સમાચારો પણ છે...