તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આઈઓસીની પાઈપ લાઇનમાં પંક્ચર કરીને 3 લાખ લિટર ક્રૂડ ઓઇલની ચોરી કરનારી ટોળકી પાસેથી ઓઈલ ખરીદનાર ભાવનગરના વેપારી ઈમરાન નાયાણીને જિલ્લા એલસીબીએ ઝડપી લીધો હતો.
અસલાલીના એક ખેતરમાંથી ક્રુડ ઓઈલની પાઈપ લાઈનમાં પંક્ચર કરીને ઓઈલની ચોરી કરવામાં આવી હતી. આ અંગે અસલાલીમાં ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે અગાઉ ખેતર માલિક સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી. જે પૈકી ઓઈલ ચોરી કરનાર ચોર ઈસ્માઈલ ઉર્ફે સમીર નૂરમહંમદ મોદનની પૂછપરછ કરતા તેણે ચોરી કરેલું ક્રૂડ ઓઈલ ભાવનગર તળાજાના વેપારી ઈમરાન નાયાણી(30)ને વેચ્યું હોવાની કબૂલાત કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.