તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ફરિયાદ:ભાવનગરના વેપારી સાથે પેટ્રોલપંપ શરૂ કરવાના નામે PIએ પુત્ર અને મિત્ર સાથે મળી રૂ. 30 લાખની છેતરપિંડી કરી, ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આનંદનગર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
આનંદનગર પોલીસ સ્ટેશન
  • વેપારીને 33 ટકા પાર્ટનરશીપમાં વેરાવળમાં પેટ્રોલપંપ શરૂ કરવાની લાલચ આપી ત્રણેયે પૈસા પડાવ્યા
  • રણછોડ પેટ્રોલપંપ શરૂ કરી વેપારીને ભાગીદાર ન બનાવાતા પૈસા પરત માગતા ન મળતા ફરિયાદ

મૂળ ભાવનગરના રહેવાસી અને વેપારી સાથે ભાવનગરમાં જ ફરજ બજાવતા PI દિગ્વિજયસિંહ ઝાલાએ તેના પુત્ર અને મિત્ર સાથે મળી રૂ. 30 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. PIએ મિત્ર સાથે 33 ટકા ભાગીદારીમાં વેરાવળમાં પેટ્રોલપંપ ખોલવાની વાત કરી પૈસા પડાવ્યા હતા. બાદમાં પેટ્રોલપંપ ચાલુ કરી વેપારીને તેમાં ભાગીદાર બનાવ્યો ન હતો. અન્ય કંપનીમાં ભાગીદાર બનાવવાની વાત કરી પૈસા પરત આપ્યા ન હતા. જેથી તેઓએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે PI તેના પુત્ર અને મિત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ત્રણેક વર્ષ પહેલા વેપારીએ ત્રણેયને રૂ.30 લાખ આપ્યા
ભાવનગરમાં જવાહરનગરમાં રહેતા અને ઓઇલ ડિઝલનો હોલસેલ વેપાર કરતા સુરેશ ચૌહાણ 11 વર્ષથી ભાવનગરના ઉત્તમ શેઠ નામના વ્યક્તિને ઓળખે છે. તેણે ભાવનગરમાં PI તરીકે ફરજ બજાવતા દિગ્વિજસિંહ ઝાલા સાથે પરિચય કરાવ્યો હતો. અમદાવાદ ખાતે તેને અવારનવાર મળતાં હતા. સાડા ત્રણેક વર્ષ પહેલાં આનંદનગર CCD ખાતે PI દિગ્વિજસિંહ ઝાલા તેના પુત્ર પ્રતિકરાજ અને ઉત્તમ શેઠને મળ્યા હતા. વેરાવળ ખાતે 33 ટકાની ભાગીદારીમાં પેટ્રોલપંપ ખોલવાની વાત કરી હતી. બાદમાં મિત્ર વર્તુળ પાસેથી પૈસા લઈ સુરેશભાઈએ ત્રણેયને રૂ. 30 લાખ આપ્યા હતા.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

PIએ પુત્રની કંપનીનો ચેક આપ્યો તે બાઉન્સ થયો
પૈસા આપ્યા બાદ ભાગીદારીનું કોઈ લખાણ આપ્યું ન હતું. તેઓએ તપાસ કરતા વેરાવળમાં રણછોડ પેટ્રોલપંપ નામે ત્રણેયે પંપ ખોલ્યો હોવાની સુરેશભાઈને જાણ થઈ હતી. બાદમાં અવારનવાર પૈસા પરત કરી દેશું એવી વાત કરતા હતા. બાદમાં PIએ તેમને અન્ય ધંધામાં ભાગીદાર બનાવવાની વાત કરી હતી. પરંતુ સુરેશભાઈએ પૈસા પરત માગ્યા હતા. દિગ્વિજસિંહે તેમના પુત્રની કંપનીના એકાઉન્ટનો ચેક આપ્યો હતો, જે પરત આવ્યો હતો. છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...