તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે કર્મભૂમિ બોટાદ તથા રાણપુર ખાતે ભાવાંજલિ અર્પણ કરાઇ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા લોકગાયક અભેસિંહ રાઠોડની ઉપસ્થિતિ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે એમની કર્મભૂમિ બોટાદ તથા રાણપુર ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી. રાણપુર સ્થિત ફૂલછાબ પ્રેસમાં તંત્રી તરીકે કાર્યરત ઝવેરચંદ મેઘાણી નિવાસસ્થાન બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે દરરોજ ટ્રેનમાં આવ-જા કરતા. 9 માર્ચ 1947ના રોજ બોટાદ સ્થિત પોતાના નિવાસસ્થાનમાં અતિમ શ્વાસ લીધા હતા.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા આ કાર્યક્ર્મના આયોજક ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરા (આઈ.એ.એસ.), બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા (આઈ.પી.એસ.) તથા બોટાદ જિલ્લાના સરવા ગામના મૂળ વતની લોકગાયક અભેસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બોટાદમાં સરકારી શાળા પાસે આવેલ અર્ધ-પ્રતિમાના પુષ્પાંજલિ કાર્યક્ર્મમાં ભાજપ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, નગરપાલિકાના ઉપ-પ્રમુખ કિશોરભાઈ પાટીવાલા, વિનુભાઈ સોની, બાપુભાઈ ધાધલ, હરેશભાઈ ધાધલ, સતુભાઈ ધાધલ, સામતભાઈ જેબલીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાણપુરમાં પોલીસ સ્ટેશનમાં આવેલ પૂર્ણ-કદની પ્રતિમાનના પુષ્પાંજલિ કાર્યક્ર્મમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કી.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. જન્મભૂમિ ચોટીલાથી આવેલા આચાર્ય ઉગ્રસેનસિંહ ગોહિલ પણ બન્ને સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...