તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:‘ભવાન ભરવાડ મારો ચેલો છે’ કહી સાધુના સ્વાંગમાં ઠગે વૃદ્ધના દાગીના પડાવ્યા, આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નિવૃત્ત અધિકારીને સરનામું પૂછવાના બહાને સોનાની વીંટી, રુદ્રાક્ષની માળા લઈ નાસી ગયા

પ્રહલાદનગરમાં માતાની દવા લેવા જતા પ્રવાસન નિગમના નિવૃત્ત અધિકારીને કારમાં આવેલા સાધુ સહિત ત્રણે સરનામું પૂછવાના બહાને રોકી ભવાન ભરવાડ પોતાનો ચેલો હોવાનું કહી 2.80 લાખના દાગીના લૂંટી લીધા હતા.

બાવળાના ભરવાડ વાસમાં રહેતા નવઘણભાઈ પોપટભાઈ ભરવાડ (ઉં. 62) માતા જૂઠીબેનની દવા લેવા પ્રહલાદનગર રોડ પરના મેડિકલ સ્ટોરમાં આવ્યા હતા ત્યારે એક કારમાં આવેલા 3 લોકોમાંથી એક મોટી જટા-દાઢીવાળા સાધુ જેવા લાગતા માણસે નવઘણભાઈને પૂછ્યું કે, મારે બોપલ રોહિતજી ઠાકોરને ત્યાં જવું છે, તો રસ્તો બતાવો. નવઘણભાઈએ તેમને પ્રહલાદનગરથી એસજી હાઈવે થઈ બોપલ જવાનો રસ્તો બતાવ્યો હતો.

ત્રણેય જણે ચા-પાણીના પૈસા માગતા નવઘણભાઈએ તેમને રૂ.100 આપ્યા હતા. સાધુએ રૂ. 100 નવઘણભાઈને પાછા આપીને કહ્યું કે, ‘ભવાન ભરવાડ મારો ચેલો છે.’ આમ નવઘણભાઈએ તેમના પર વિશ્વાસ રાખતા સાધુએ કહ્યું કે તમારી વીંટી મને આપો હું પાછી આપું છું. આટલું કહેતા તેમણે સોનાની વીંટી આપી બાદમાં સાધુએ નવઘણ પાસે ગળામાં પહેરેલી રુદ્રાક્ષની સોનાની માળા માગતા તે પણ ઉતારીને આપી દીધી હતી. જોકે દાગીના આપ્યા બાદ તેઓ કાર લઈને જતા રહ્યા હતા અને પાછા આવ્યા ન હતા. આથી નવઘણભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...