ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:શ્રેય હોસ્પિ.માં એક્ઝિટ ગેટની જગ્યાએ કેન્ટીન બનાવી દીધી, એટલે જ આગ વખતે દર્દી બહાર ન નીકળી શક્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગ્રાઉન્ડફ્લોર પર કેન્ટીન ઉભી કરી દેવાઈ, કમાણીની લ્હાયમાં હોસ્પિ.ની ઘોર બેદરકારી

નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના પ્લાનમાં ચોથા માળે જ્યાં આગ લાગી એ ICU ગેરકાયદેસર હોવાનો આક્ષેપ મ્યુનિ. વિપક્ષે લગાવ્યો છે. જ્યાં એક્ઝિટ એટલે બહાર નીકળવા માટેની જગ્યા છે ત્યાં હોસ્પિટલ તરફથી કેન્ટીન બનાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કેન્ટીન ગેરકાયદે બનાવી હોવાને લઇ આક્ષેપ કરવામાં આવ્યા છે.હોસ્પિટલને હાલ સીલ કરવાની કામગીરી કરવામા આવી છે. માર્જિનની જગ્યા પર શ્રેય કેન્ટીન ઉભી કરી દેવામાં આવી હતી. વિપક્ષના આક્ષેપ છે કે જો હોસ્પિટલમાં બહાર નીકળવા માટે એક્ઝિટબી જગ્યા હોત તો જલદી બહાર નીકળી શક્યા હોત..

અન્ય સમાચારો પણ છે...