તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Bhaskar Brings The First Images Of The Lab Where The Corona Vaccine Is Prepared, Can Be Modified In Just Three Months To Cope With The New Strain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં બની રહી છે DNA પ્લાઝમિડ રસી:ભાસ્કર લાવ્યું છે કોરોનાની વેક્સિન, જ્યાં તૈયાર થાય છે એ લેબની પ્રથમ તસવીરો, નવા સ્ટ્રેનનો સામનો કરવા ત્રણ મહિનામાં જ ફેરફાર કરી શકાય છે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર: ઝાયકોવ-ડી. - Divya Bhaskar
તસવીર: ઝાયકોવ-ડી.

ભાસ્કર લાવ્યું છે કોરોનાની વેક્સિન જ્યાં તૈયાર થાય છે તે લેબની પ્રથમ તસવીરો. નવા સ્ટ્રેનનો સામનો કરવા ત્રણ મહિનામાં જ ફેરફાર કરી શકાય છે.

ઝાયકોવ-ડી ઓછા ખર્ચે, નવી ટેકનોલોજીથી બનશે
ઝાયકોવ-ડી ઓછા ખર્ચે, નવી ટેકનોલોજીથી બનશે
 • ડીએનએ પ્લાઝમિડ વેક્સિન નવી ટેકનોલોજી છે અને તે પ્રમાણમાં ઓછા ખર્ચે તૈયાર થતી હોય છે.
 • બેક્ટેરિયામાંથી મેળવેલા વાઈરસ જિનેટિક મટીરિયલને પ્લાઝમિડમાં દાખલ કરાય છે.
 • એ પછી આ પ્લાઝમિડ શરીરમાં દાખલ કરાય છે જે રોગપ્રતિકારક પ્રભાવ પેદા કરે છે.
30 ડિગ્રી તાપમાને પણ રસી ત્રણ મહિના ટકી શકશે.
30 ડિગ્રી તાપમાને પણ રસી ત્રણ મહિના ટકી શકશે.
 • ઝાયકોવ-ડી સ્ટેબલ વેક્સિન છે અને 30 ડિગ્રી તાપમાનમાં પણ 3 મહિના સુધી રહી શકે છે.
 • 2થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે રસીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેમ છે.
રસી પર સંશોધન માટે 300 વૈજ્ઞાનિક સંકળાયેલા છે.
રસી પર સંશોધન માટે 300 વૈજ્ઞાનિક સંકળાયેલા છે.
 • ઝાયડસ પાસે વિવિધ દવા-રસીના સંશોધન માટે અંદાજે 1400 વૈજ્ઞાનિકોની ટીમ છે.
 • આમાંથી 300 વૈજ્ઞાનિક કોરોના માટેની આ રસી પર સંશોધન સાથે સંકળાયેલા છે.
બે તબક્કા પૂરા, ત્રીજામાં 30 હજાર પર ટ્રાયલ થશે
બે તબક્કા પૂરા, ત્રીજામાં 30 હજાર પર ટ્રાયલ થશે
 • પહેલા/બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કર્યું છે. બીજા તબક્કામાં 10 હજારને ડોઝ અપાયો હતો.
 • જરૂરી મંજૂરી પછી 30 હજાર વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ કરાશે.
પ્રારંભમાં દર વર્ષે 19 કરોડ ડોઝનું ઉત્પાદન કરાશે.
પ્રારંભમાં દર વર્ષે 19 કરોડ ડોઝનું ઉત્પાદન કરાશે.
 • પ્રારંભમાં વર્ષે 12 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે અને એ પછી માગ મુજબ વધારો કરાશે.
 • વધુ 6થી 7 કરોડ ડોઝના ઉત્પાદન માટે અન્યો સાથે સહયોગ અંગે પણ વિચારણા ચાલી રહી છે.
રસીથી દુખાવો કે સોજા જેવી કોઈ આડઅસર થતી નથી.
રસીથી દુખાવો કે સોજા જેવી કોઈ આડઅસર થતી નથી.
 • તે ઈન્ટ્રાડર્મલ વેક્સિન હોવાથી રસી આપી હોય તે અંગ પર સોજો આવતો નથી કે દુખાવો થતો નથી.
 • વાઈરસમાં મ્યુટેશન (સ્વરૂપ બદલાય) તો વેક્સિનમાં 3 માસમાં ફેરફાર કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser