સત્તાધારી પક્ષના દાવા પોકળ:અમદાવાદના તળાવો ભરવા મીની એસ.ટી.પી. પ્લાન્ટ બનાવવાની યોજના ખોરંભે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના 7 ઝોનમાં નાના-મોટા મળીને કુલ 156 તળાવો છે. શહેરના વિવીધ વિસ્તારોમાં 108 જેટલા તળાવો અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હસ્તક છે. સત્તાધારી પક્ષ તરફથી એકતરફ દાવો કરવામાં આવે છે કે, અમદવાદ શહેરમાંથી નીકળતું સુએજનું પાણી ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. સાથે જ વર્ષ 2022-23ના બજેટમાં 5 કરોડના ખર્ચે શહેરના જુદા જુદા નાના-મોટા તળાવોને ડ્રેનેજના શુદ્ધ કરવામાં આવેલા પાણી એટલે કે ટ્રીટેડ વોટરથી ભરવા માટે 5 કરોડના ખર્ચે મીની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જોગવાઇ કરવામાં આવી હતી.

ત્રણ તળાવોમાં મીની એસ.ટી.પી. પ્લાન્ટ શરૂ
સત્તાધીશો દ્વારા મોટા ઉપાડે ક૨વામાં આવેલી જાહેરાત છતા 17 વર્ષથી સત્તા સ્થાને રહેલા ભાજપ દ્વારા 108 પૈકી માત્ર ત્રણ તળાવોમાં મીની એસ.ટી.પી. પ્લાન્ટ શરૂ કરાવી શકયા છે. દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીથી તળાવો ભરવાની જાહેરાત કરવામાં આવે છે. આમ છતા અમદાવાદના એક પણ તળાવમાં પાણી ભરાયેલા હોય તેવુ જોવા મળતુ નથી.

તળાવો ભરવાની વાતો પોકળ પુરવાર થઇ
આ સાથે જ વર્ષ 2022-23ના બજેટમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોએ 5 કરોડના ખર્ચે મીની એસટીપી પ્લાન્ટ બનાવી ટ્રીટેડ વોટ૨થી તળાવો ભરવાની વાતો પોકળ પુરવાર થઇ છે. વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે સત્તાધારી પક્ષને આ પ્રકારના પ્રલોભનો આપવાના બદલે નકકર કામગીરી કરવાની દીશામાં શકય હોય તેવાજ કામ મંજુર કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...