વરણી:મેટ્રો બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ભરત શાહ ચૂંટાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2724માંથી 1790 વોટ સાથે વિજયી બન્યા

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ હેઠળ શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં રાજ્યના સૌથી મોટા મેટ્રો બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ભરત શાહનો વિજય થયો છે. જ્યારે હાઈકોર્ટ બારના પ્રમુખ તરીકે અસીમ પંડ્યાનો વિજય થયો છે, સેશન્સ કોર્ટ બારમાં જગત ચોકસી અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા બારમાં પ્રમુખ તરીકે રાજેશ પારેખ બિનહરીફ જાહેર થયા છે. સ્મોલ કોઝ કોર્ટ બારમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વસંતિકા ભટ્ટ વિજયી થયાં છે.

મેટ્રો બાર એસોસિએશનમાં વન-બાર વન-વોટ હેઠળ સૌથી વધુ 5 હજાર વકીલ નોંધાયેલા છે. શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં 2724 વકીલોએ મતદાન કર્યુ હતું. એ દિવસે રાત્રે 9 વાગે હોદ્દેદારોની મતગણતરી યોજાઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર ભરત ભગત અને ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે, પ્રમુખ તરીકે ભરત શાહ 2724માંથી ‌1790 વોટ મેળવી વિજયી થયા હતા. જ્યારે સેક્રેટરી તરીકે અશ્વિન પટેલ, ઉપપ્રમુખ તરીકે ઇશ્વર દેસાઈ અને હેમંત નવલખા, ખજાનચી તરીકે રાજુ પટેલ, લાઇબ્રેરી સેક્રેટરી તરીકે મિતેષ પંડ્યા, જોઇન્ટ સેક્રેટરી તરીકે નિર્મલ રાવલ અને પજ્ઞેશ પટેલ તેમ જ મહિલા પ્રતિનિધિ તરીકે પૂર્વી ભવાનીવાલા વિજેતા જાહેર કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...