તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા@144:નાથ અમારા દ્વારે આવશે પણ અમે અમારા દ્વારની બહાર નહીં આવી શકીએ, ભગવાનના મોસાળ સરસપુરના ભક્તો નિરાશ

અમદાવાદ23 દિવસ પહેલા
ડાબેથી સરસપુરના દુકાનદાર અશોક આહુજા અને સ્થાનિક હરીશ બારોટ
  • હું 35 વર્ષથી દુકાનના ઓટલે બેસીને રથયાત્રા નિહાળતો હતો જે આ વર્ષે નહીં નિહાળી શકું: વેપારી

અમદાવાદ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાજીની 144મી રથયાત્રા યોજાવાની છે. પરંતુ કોરોના મહામારીને કારણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ વચ્ચે રથયાત્રા નીકળશે. જેથી કોઈપણ ભક્ત કે અન્ય વ્યક્તિ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહીં. જેથી રથયાત્રાના રૂટમાં આવતા મકાન અને દુકાન માલિકો પણ રથયાત્રામાં જોડાઈ શકશે નહી અને પોતાના ઘરે બેઠા જ દર્શન કરી શકશે. જેથી અનેક ભક્તો નિરાશ છે.

સરસપુરમાં ભક્તો દ્વાર ખોલીને દર્શન નહી કરી શકે
દર વર્ષે ભગવાન જગદીશ મોસાળ સરસપુર 1 કલાકથી વધુ સમય વિતાવે છે. પરંતુ આ વર્ષે 15 મિનિટનો સમય વિતાવી રથ આગળ જવા રવાના થશે.દર વર્ષે સેંકડો ભાવિકો મોસાળમાં દર્શન કરવા જાય હોય છે, જ્યારે મોસાળના દુકાનદારો અને સ્થાનિકો લોકો ઘરે બેઠા કે દુકાનમાંથી દર્શન કરી શકે છે. પરંતુ આ વર્ષે ભગવાન ભક્તોના દ્વારે જશે. આમ છતાં ભક્તો દ્વાર ખોલીને દર્શન નહી કરી શકે, જેથી તેઓ નિરાશ થઈ ગયા છે.

મંદિર પરિસરમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા
મંદિર પરિસરમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા

અમને દુકાન ના ખોલવા સૂચના આપી છેઃ દુકાનદાર
સરસપુરમાં દુકાનદાર અશોક અહુજાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી 70 વર્ષથી સરસપુરમાં દુકાન છે જે પહેલા મારા દાદા ત્યાર બાદ પિતા અને બાદમાં હવે હું ચલાવું છું. દર વર્ષે રથયાત્રા યોજાય ત્યારે હું મારા દુકાનમાં ઓટલે બેઠા બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરું છું. છેલ્લા 35 વર્ષથી હું રથયાત્રા જોઉં છું. ગત વર્ષે રથયાત્રા નહોતી નીકળી એટલે નહોતી જોઈ. જ્યારે આ વર્ષે કર્ફ્યુ વચ્ચે રથયાત્રા નીકળશે, જેથી આ વર્ષે પણ નહીં જોઈ શકીએ. અમને અત્યારે દુકાન ના ખોલવા સૂચના આપી દેવામાં આવી છે જેનું અમે પાલન કરીશું.

પીએમ મોદીએ મોકલાવેલો પ્રસાદ ભગવાનને ધરાવાયો
પીએમ મોદીએ મોકલાવેલો પ્રસાદ ભગવાનને ધરાવાયો

અમે ઘરના દ્વાર ખોલીને દર્શન કરવા નહીં જઈ શકીએ તેનું દુઃખઃ સ્થાનિક
જ્યારે હરીશભાઈ બારોટે જણાવ્યું હતું કે હું 61 વર્ષથી સરસપુરમાં રહું છું. અત્યાર સુધી મે 40 કરતા વધુ રથયાત્રા જોઈ છે. સરસપુર એટલે ભગવાનનું મોસાળ કહેવાય જેથી અમે ખૂબ ખુશ છીએ કે ભગવાન દર વર્ષે અહીં આવે છે. પરંતુ આ વર્ષે કર્ફ્યુ વચ્ચે રથયાત્રા નીકળશે. અમારા દ્વાર પાસેથી ભગવાન જશે. પરંતુ અમે ઘરના દ્વાર ખોલીને દર્શન કરવા નહીં જઈ શકીએ તેનું દુઃખ છે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું અમે પાલન કરીશું.