તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા:અમદાવાદના ભદ્ર પાથરણાં બજાર, ઢાલગરવાડ અને શાહપુરમાં પોલીસનું પેટ્રોલિંગ, ગઈકાલે અડધા શટર ખુલ્લા રાખી ધંધા ધમધમતા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
કોટ વિસ્તારમાં પોલીસનું પેટ્�
  • કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા અમદાવાદના કોટ વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓનું પેટ્રોલિંગ.
  • ગઈકાલે દિવાળી જેવી ભીડ ત્રણ દરવાજા અને ભદ્રના પાથરણા બજારમાં જોવા મળી હતી.

રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેરમાં હજી 2000 જેટલા કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે જેની વચ્ચે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા લાલદરવાજાના કારંજ વિસ્તારમાં આવેલા પાથરણા બજાર અને ઢાલગરવાડ વિસ્તારમાં કોરોનાના નિયમો અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી ભીડ ઉમટી હતી. ઘોડા છૂટયા બાદ તબેલાને તાળાં મારવામાં આવ્યા હોય તેમ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કારંજ સહિતના કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. લાલદરવાજા પાથરણા બજાર અને ઢાલગરવાડ વિસ્તારમાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામા આવ્યું હતું.

ગઈકાલે દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો:

શહેરના કોટ વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનું પેટ્રોલિંગ
શહેરના કોટ વિસ્તારમાં આવેલ ત્રણ દરવાજા અને કારંજના બજારમાં ખુલ્લેઆમ દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરવામાં આવે છે જેમાં કપડા, બૂટ, કટલરી, રમકડાં સહિતની અનેક દુકાનો ચાલુ હતી અને રોડ પર પણ જાહેરમાં વેપાર ચાલતો હોવાનો Divyabhaskarએ મંગળવારે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જે અહેવાલ બાદ આજે બુધવારે ઝોન 2 ડીસીપી વિસ્તારમાં આવેલા ભદ્ર પાથરણા બજાર, ઢાલગરવાડ, ત્રણ દરવાજા, શાહપુર સહિતના કોટ વિસ્તારમાં સેકટર 1 જેસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ કરવાની ફરજ પડી હતી.

પોલીસે ફૂટ પેટ્રોલિંગથી દુકાનો બંધ હોવાની તપાસ કરી
આ વિસ્તારમાં કોરોનાની ગાઈડલાઈનના ભંગ થતા જોવા મળ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ પેટ્રોલિંગ કોરોનાની ગાઈડલાઈન અને જાહેરનામાનું પાલન આ વિસ્તારોમાં થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે કર્યું હતું. ઢાલગરવાડ સહિતના વિસ્તારમાં આજે બપોરે પોલીસકર્મીઓ દ્વારા તમામ દુકાનો બંધ હોવાની તપાસ કરવામાં આવી હતી. તમામ જગ્યાએ પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી તપાસ કરી હતી. પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન જાહેરનામા ભંગ થતો હોય તેવી કોઈ બાબત સામે આવી ન હતી. પરંતુ રોજના 20થી 25 જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવે છે. લોકોની અવરજવર જોવા મળી હતી.

અડધા શટરે ખુલ્લી દુકાનમાં લોકો કપડાંની ખરીદી કરવા માટે ઉમટ્યા હતા
અડધા શટરે ખુલ્લી દુકાનમાં લોકો કપડાંની ખરીદી કરવા માટે ઉમટ્યા હતા

ગઈકાલે અડધા શટર ખુલ્લા રાખીને દુકાનો ચાલું દેખાઈ હતી
કારંજ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ આવેલ દુકાનમાં દિવ્યભાસ્કર દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાન આમ તો બંધ રાખવામાં આવી હતી જેની બહાર એક માણસ ઉભો હતો જે ગ્રાહકોને કપડા લેવા હોય તો દુકાનનું શટર ખોલીને અંદર પ્રવેશ આપતો હતો. દુકાનની અંદર પણ ચકાસતા દુકાન માલિક, સ્ટાફ અને ગ્રાહકો સહીત 20 વ્યક્તિઓ હાજર હતા. માત્ર એક દુકાન જ નહિ પરંતુ બાજુમાં આવેલ ચપલ,ઘડિયાળ,કટલરી સહિતની અનેક દુકાનો ચાલુ હતી. નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલ હોવા છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેમ કોઈ કાર્યવાહી કાર્ય વિના બજારો ચાલુ રહેવા દીધા હતા.