તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા મહોત્સવ:અમદાવાદમાં ભાડજ હરે કૃષ્ણ મંદિર અને છારોડી SGVP ગુરુકુળમાં ભગવાનની રથયાત્રા નીકળી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં રથયાત્રાની તસવીર - Divya Bhaskar
ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં રથયાત્રાની તસવીર
  • હરે કૃષ્ણ મંદિરમાં ભક્તોએ જ તૈયાર કરેલા રથમાં ભગવાનની મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી
  • SGVP ગુરુકુળમાં સંતોએ ભગવાનનો રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

અષાઢી બીજ પર ભગવાન કૃષ્ણ દ્વારકાથી તેમના મોટા ભાઈ બલરામ અને નાની બેન સુભદ્રા સમેત રથ પાર વિરાજમાન થઇ કુરુક્ષેત્ર માટે નીકળ્યા હતા. આ પાવન અવસરે હરે કૃષ્ણ મંદિર ભાડજમાં અષાઢી બીજના પર્વે મંદિરના ભક્તોએ એક ભવ્ય રથ તૈયાર કર્યો હતો. સાંજ પડતા ઉત્સવના ભાગ રૂપે ભગવાન શ્રી શ્રી રાધા માધવને આ ભવ્ય રથપર વિરાજમાન કરવામાં આવ્યા અને તેઓને મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યો. સંપૂર્ણ રથયાત્રા દરમિયાન વિશેષ નાદ અને ગાન સાથે કીર્તન કરવામાં આવ્યું હતું અને છેવટે ભગવાનને વિશેષ મહાઆરતી અર્પણ કરવામાં આવી હતી.

હરે કૃષ્ણ મંદિર ભાડજમાં નીકળેલી રથયાત્રાની તસવીર
હરે કૃષ્ણ મંદિર ભાડજમાં નીકળેલી રથયાત્રાની તસવીર

SGVP ગુરુકુળમાં પણ રથયાત્રા નીકળી
આવી જ રીતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, બળદેવજી અને સુભદ્રાજીને શણગારેલા રથમાં બેસાડી છારોડીમાં પણ SGVP ગુરુકુલ પરિસરમાં જ બેન્ડવાજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે છેલ્લા 10 વર્ષથી પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

મંદિર પરિસરમાં જ રથમાં ભગવાન ફર્યા હતા
​​​​​​​
પરંતુ આ વર્ષે કોરાનાની મહામારીના કારણે મેમનગર ગુરુકુલમાં શ્રી જગન્નાથ ભગવાનનું પૂજન કરી છારોડી ગુરુકુળના પરિસરમાં જ રથને શણગારી રથમાં જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાજીને વિદ્વાન રામપ્રિયજી અને પ્રધાનચાર્ય અર્જુનાચાર્યજી તથા લક્ષ્મીનારાયાણજીએ મંત્રગાન સાથે પૂજન કરાવ્યુ હતું. ત્યારબાદ છારોડી ગુરુકુળ પરિસરમાં જ રથયાત્રા રૂપે રથ ફર્યા હતા. રથયાત્રામાં ઠાકોરજી અને ગુરુકુળના આદ્ય સંસ્થાપક શા. ધર્મજીવનદાસજી સ્વામીની ચિત્ર પ્રતિમાનો રથ તથા સંતોના રથ સાથે જગન્નાથ ભગવાનના રથનું પરિસરમાં વિવિધ સ્થળોએ સ્વાગત કરી આરતી-પૂજન કરવામાં આવ્યું હતું.

સંતાઓએ રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
સંતાઓએ રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

બેન્ડવાજા સાથે સંતોએ રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું
શરુઆતમાં જ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતોએ ભગવાન જગન્નાથજીનું પૂજન કર્યું હતું. અમેરિકાથી ડો. વિજયભાઈ ધડુકે પહિંદ વિધિ કરી બેન્ડવાજા સાથે સંતોએ રથને ખેંચી પ્રસ્થાન કરાવ્યુ હતું. ત્યારબાદ અન્ય યુવાનોએ રથને ખેંચી પરિસરમાંજ ફર્યા હતા. તથા સર્વે ને મગ, જાંબુ, ખારેક અને ચોકલેટનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.