રિજનલ પાસપોર્ટ ઓફિસરે તાજેતરમાં પરિપત્ર કરીને પાસપોર્ટની બોગસ વેબસાઇટથી ચેતવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પાસપોર્ટ માટેની ફેક વેબસાઈટ બનાવીને અરજી કરતા લોકોને ઓનલાઇન છેતરપિંડી કરી રહ્યા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર દર મહિને 5થી 6 લોકો આવી બોગસ વેબસાઈટ પર છેતરાય છે. આ ઉપરાંત પાસપોર્ટ માટે કોઇ અધિકૃત એજન્ટ કે એજન્સી કામ કરતી નથી. જેથી તમામે પાસપોર્ટ માટે જાતે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવી જોઇએ.
આવી ફેક વેબસાઇટ અને એજન્ટો લોકોને પાસપોર્ટ કાઢી આપવા માટે મસમોટી રકમ વસૂલતા હોય છે. પાસપોર્ટની અરજી માટે ઓનલાઇન www.passportindia.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવા જણાવાયું છે. અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ કહ્યું, વેબસાઇટ પર અરજી કરી હોય અને અરજીનો જવાબ નહીં મળ્યો હોવાની લોકોની ફરિયાદ મળી હતી. તેમના ડોક્યુમેન્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે, અરજી બોગસ સાઈટ પર કરાઈ હતી. અમે આવી ભળતી સાઈટનો ઉપયોગ કરવા સામે લોકોને ચેતવીએ છીએ.
પાસપોર્ટ માટેની આ વેબસાઈટ બોગસ છે
www.indiapassport.org
www.onlinepassportindia.com
www.passport-india.in
www.passportindiaportal.in
www.passport-seva.in
www.applypassport.org
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.