છેતરપિંડીથી સાવધાન:જો તમને વેક્સિન રજિસ્ટ્રેશન માટે ફોન આવે તો સાવધાન રહો, તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનની અપોઈન્ટમેન્ટ માટે જાતે જ રજિસ્ટ્રેશન કરવું પડે છે
  • સ્લોટ બુક થયાની માહિતી ફોન નહીં પણ મેસેજ દ્વારા આવે છે
  • વેક્સિન રજિસ્ટ્રેશન નિઃશુલ્ક હોવાથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં

કોરોના સામે હાલ વેક્સિન અને માસ્ક જ ઉપાય છે. ત્યારે રાજ્યભરમાં વેક્સિનેશન ચાલુ રહ્યું છે. જો કે તેના માટે રજિસ્ટ્રેશન કરવું પડે છે. પરંતુ તેના માટે લેભાગૂ તત્વો લોકોની જરૂરિયાતનો ગેરલાભ લઈ રહ્યા છે અને સાયબર ગુનેગારો તેમને શિકાર બનાવી રહ્યા છે. વેક્સિનનું રજિસ્ટ્રેશન ફોન પર થતું નથી એટલે સાયબર એક્સપર્ટ સલાહ આપે છે કે વેક્સિન રજિસ્ટ્રેશન માટે કોઈનો પણ ફોન આવે તો સતર્ક રહો અને છેતરપિંડીથી બચો. કેમ કે રજિસ્ટ્રેશન જે તે વ્યક્તિએ સ્લોટ બુક કરવા માટે જાતે કરવું પડે છે. જો તમને વેક્સિન રજિસ્ટ્રેશનને લઈ કોઈ ફોન આવે તો સાવધાન રહેજો કેમ કે તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.

આરોગ્ય સેતુ એપ અથવા Co-Win વેબસાઈટ પર રજિસ્ટ્રેશન
ગુજરાતના જાણીતા સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, વેક્સિનનું રજિસ્ટ્રેશન ફોન પર થતું નથી, આરોગ્ય સેતુ એપ અથવા Co-Win વેબસાઇટ પર જ થાય છે. વેક્સિનની અપોઈન્ટમેન્ટ માટે જાતે જ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. સરકાર દ્વારા વેક્સિનનું રજિસ્ટ્રેશન માટે કોઈને ફોન કરવામાં આવતા નથી. સ્લોટ બુક થયાની માહિતી ફોન નહીં પણ મેસેજ દ્વારા આપવામાં આવે છે. વેક્સિન રજિસ્ટ્રેશન નિઃશુલ્ક હોવાથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં.

વેક્સિનેશન સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં શેર કરવાનું ટાળવું
સાયબર એક્સપર્ટ જીતેશ વધુમાં જણાવે છે કે, કોરોના વેક્સિનેશન બદલ મળતાં સર્ટિફિકેટને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવું જોઈએ. તમને ખૂબ જ આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે. કારણ જાણી તમે ચોંકી જશો. કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટમાં નાગરિકના આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવવામાં આવે છે. જે તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી હોય છે. જેનો ઉપયોગ કરીને સાયબર ગુનેગાર તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

સોશિયલ સાઈટ્સ પર લોકો એક્ટિવ
સોશિયલ મીડિયા પર અવનવા ટ્રેન્ડ આવતા જતા હોય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે. WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોરોના વેક્સિનેશન બદલ મળતા સર્ટિફિકેટ તમે સોશિયલ મીડિયામાં શેર કર્યું હોય તો તમને ખૂબ જ આર્થિક રીતે નુકસાન થઇ શકે છે.

એકવારની પોસ્ટ હંમેશા માટે રહે છે
સાયબર એક્સપર્ટ ત્રાપસીયાએ જણાવ્યું કે, ‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સુત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારીપૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ મીડિયાથી થતાં નુકસાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.

લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે- પ્રતિકાત્મક તસવીર
લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે- પ્રતિકાત્મક તસવીર

રાજ્ય અને કેન્દ્ર સ્તરે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકાય
ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનિટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.

અન્ય સમાચારો પણ છે...