ભાવવધારો:ગુજરાતમાં ગત અને આ વર્ષની નવરાત્રિ વચ્ચે પેટ્રોલના ભાવમાં રૂ. 22નો વધારો થઈ ચૂક્યો છે

અમદાવાદ16 દિવસ પહેલા
  • રાજ્યમાં 3 દિવસમાં પેટ્રોલના ભાવ 85 પૈસા વધ્યા
  • નવરાત્રિ 2020માં પેટ્રોલનો ભાવ 78 રૂપિયા હતો
  • નવરાત્રિ 2021માં પેટ્રોલનો ભાવ રૂ. 100.64 થયો

વધુ એક ભાવવધારાને પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઑલ ટાઇમ હાઇ થઈ ગયા છે. ગુરુવારે પેટ્રોલમાં લિટરે 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરાયો હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 103.24 રૂપિયા, જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 109.25 પ્રતિ લિટર થયા હતા. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં લિટરે 85 પૈસાનો વધારો થોય છે. ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ પહેલીવાર 100 રૂપિયાને પાર થયા હતા. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 115.14 રૂપિયા પ્રતિ લિટર સાથે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ છે. ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 81 ડૉલર થઈ જતા ઑઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે.

રાજ્યનાં 4 શહેરોમાં ડીઝલના ભાવ પણ લિટરે 100 પાર

શહેરપેટ્રોલડીઝલ
અમદાવાદ100.6498.22
વડોદરા97.798.57
સુરત99.9498.84
ગાંધીનગર100.3299.19
જામનગર99.9798.84
ભાવનગર101.8100.65
ભુજ100.2999.15
ગોધરા99.8198.6
સુરેન્દ્રનગર100.398.47
અમરેલી100.8299.78
નર્મદા98.997.47
પાટણ100.0798.96
મહેસાણા100.1699.05
રાજકોટ97.7698.64
બોટાદ101.3100.15
જૂનાગઢ100.7899.67
દ્વારકા99.7998.66
નવસારી100.1799.5
વેરાવળ101.7310.61
કોડીનાર102.08100.96
ઉના101.92100.79