રાજ્ય શાળા સંચાલક મહામંડળનો નિર્ણય:દર વર્ષે 2 સંચાલકોને શ્રેષ્ઠ સંચાલનનો એવોર્ડ અપાશે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર શિક્ષકો, આચાર્યને સન્માનિત કરે છે, પરંતુ સંચાલકોને સન્માનિત ન કરાતા હોવાથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ હવે દર વર્ષે બે સંચાલકોને શ્રેષ્ઠ સંચાલનનો એવોર્ડ આપશે. શાળા સંચાલક મંડળના જણાવ્યા પ્રમાણે, આ એવોર્ડ ધંધાદારી નહીં પરંતુ સેવાના કામ સાથે જોડાયેલા સંચાલકોને અપાશે. 31 હજારનું ઇનામ સંચાલકને નહીં, પરંતુ સ્કૂલમાં સારા કામ થઈ શકે તે માટે ટ્રસ્ટને ઇનામની રકમ અપાશે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા સંચાલકોને સન્માનિત કરાતા નથી. આથી અમારા મંડળે દર વર્ષે બે સંચાલકોને સન્માનિત કરવાનું આયોજન કર્યું છે.

સ્કૂલે આટલી માહિતી આપવાની રહેશે

  • ફાયર સેફ્ટીની સ્થિતિ
  • પીવાના પાણીની વ્યવસ્થા
  • ટોઇલેટ–મેદાનની સુવિધા
  • લાઇબ્રેરીમાં પુસ્તકોની સંખ્યા
  • બોર્ડનું છેલ્લાં પાંચ વર્ષનું પરિણામ
  • પરિણામ સુધારવા લીધેલાં પગલાં
  • સ્કૂલના સ્ટાફની માહિતી
અન્ય સમાચારો પણ છે...