ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલાં કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે.
સરકારની પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર 15 દિવસમાં સફાઈ અભિયાન થશે. સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
PMJAYમાં સહાય વધારાશે
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય 10 લાખ સહાય કરવા માટે અધિકારીઓએ કામ હાથ ધર્યું છે. દેવભૂમિ દ્વારકા કોરિડોર બનવવામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાલ પ્રતિમા, વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂગેલેરી, બનાવવામાં આવશે. આવતી જન્માષ્ટમી સુધીમાં ફેઝ 1નું કામ પૂર્ણ કરાશે. ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વારંવાર અપલોડ ન કરવા પડે તે માટે ફેમિલી કાર્ડ બનાવાશે.
ગીતાનો અભ્યાસક્રમ તૈયાર
ગીતા શિક્ષણ અભ્યાસ મારફતે વિદ્યાર્થીઓને જીવનમાં ઉતારે તે માટે અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે. 10.30થી 12.30 મંગળવાર ધારાસભ્ય અને સાંસદ માટે ફાળવવામાં આવ્યો છે. પાક ધિરાણ આગામી 100 દિવસમાં 470 કરોડ રકમ વ્યાજ સહાય ચૂકવાશે. A અને B વર્ગની બજાર સમિતિમાં ખેડૂત સહાય કેન્દ્ર ઊભું કરાશે. કોરોનાની 3 લહેરમાંથી પસાર થયા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.