તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેજોનો 'ધંધો' ધમધમશે:માસ પ્રમોશનનો સૌથી મોટો ફાયદો બંધ થવાના આરે રહેલી સ્વનિર્ભર એન્જિનિયરિંગ, BCom, BBA સહિતની કોલેજોને થઈ શકે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર.
  • છેલ્લાં 5 વર્ષથી એન્જિનિયરિંગ સહિતની સ્વનિર્ભર કોલેજોની 50 ટકા બેઠકો પણ ભરાતી નહોતી, હવે ત્યાં હાઉસફુલનાં પાટિયાં લાગી શકે

રાજ્યની ડીગ્રી એન્જિનિયરિંગ સહિત બી.બી.એ., બી.સી.એ. અને બીકોમની સ્વનિર્ભર કોલેજોમાંથી મોટા ભાગની કોલેજો બંધ થવાને આરે હતી, પરંતુ ધોરણ 12ના માસ પ્રમોશન બાદ આ કોલેજોમાં પણ હાઉસફુલનાં પાટિયાં લાગી શકે છે. એટલું જ નહીં, છેલ્લાં બે વર્ષથી ફીના મામલે દબાણ કરી રહેલી સ્વનિર્ભર કોલેજો પણ ફી વધારો કરાવી ફરી એકવાર લૂંટફાટ ચલાવી શકે છે, જેનો ભોગ સામાન્ય વાલીઓ બનશે.

કોલેજોમાં એડમિશન માટે લાઈનો લાગશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યા બાદ પરિણામ જાહેર થતાંની સાથે જ એન્જિનિયરિંગ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે લાંબી લાઈન થવાના તથા છેલ્લાં પાંચ વર્ષથી જે કોલેજોનાં પાટિયાં ઊતરી જાય એવી સ્થિતિ હતી એવી કોલેજોમાં પણ હાઉસફુલનાં બોર્ડ લગાવવા પડે એવી શક્યતા છે. ખાસ કરીને ગુજરાતમાં ડીગ્રી એન્જિનિયરિગ કોલેજો ઉપરાંત બી.એસ.સી., બી.કોમ., બી.એ., બી.બી.એ. કોર્સમાં પ્રવેશ માટે ભારે ધસારો થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ અંદાજે 6.83 લાખ વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ માટે પાત્ર બનશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સરકારની મજબૂરીનો લાભ લઈ કોલેજો ફી વધારો કરાવી શકે
જેમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજો ઉપરાંત એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ અને નોન-પ્રોફેશનલ કોલેજનો પણ સમાવેશ થાય છે. વિવિધ યુનિવર્સિટીની બી.કોમ., બી.બી.એ.ની કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશથી ભીડ થશે અને તેથી યુનિ. માટે વધુ વર્ગ ખોલવાની મંજૂરી માગવામાં આવશે. તો અનેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ફી વધારાની પણ તૈયારી કરી છે. આ માટે છેલ્લાં બે વર્ષથી ફી મુદે દબાણ લાવી રહ્યા હતા, એમાં હવે સરકારની મજબૂરીનો લાભ લઇ જંગી ફી વધારો કરાવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષા રદ
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં CBSEની પરીક્ષા રદ કરવાના લીધેલા નિર્ણય બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ 2 જૂને પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ એ મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...