તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોજના:જિલ્લામાં વ્હાલી દીકરી યોજના હેઠળ 2158ને લાભ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યોજનાનો ઉદ્દેશ દીકરીઓનું જન્મપ્રમાણ વધારવું અને બાળલગ્ન અટકાવવાનો છે

ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ ચાલતી ‘’વ્હાલી દીકરી યોજના’’ હેઠળ અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી 2125 દીકરીઓને લાભ મળ્યો છે. આ યોજનાનો આરંભ 2 ઓગસ્ટ, 2019થી કરવામાં આવ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ દીકરીઓનું જન્મપ્રમાણ વધારવું, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો, દીકરીનું સશક્તિકરણ કરવું અને બાળલગ્ન અટકાવવાનો છે. ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2 ઓગસ્ટ, 2019થી શરુ કરવામાં આવેલી આ યોજનાની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂ.4000ની સહાય અને જ્યારે દીકરી નવમાં ધોરણમાં પ્રવેશે છે ત્યારે બીજા હપ્તામાં રૂ.6000ની સહાય આપવામાં આવે છે. જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય માટે રૂ. કુલ 1 લાખની સહાય આપવામાં આવે છે.જે માટે દીકરીના બાળલગ્ન થયેલા ન હોય જોઈએ તે જરૂરી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા દંપત્તિની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2 લાખ (ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં) રાખવામાં આવી છે.

અહી એં પણ નોધવું રહ્યું કે,બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોય તેવા દંપતિની દીકરીઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનામાં દંપત્તિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મેળવી શકે છે. અમદાવાદ જિલ્લાની સ્થિતી જોઇએ તો વ્હાલી દીકરી યોજના અંતર્ગત, ધોળકા તાલુકામાં 115, ધંધુકામાં 95, વિરમગામમાં 71, સાંણદમાં 48, માંડલમાં 45, બાવળામાં 24, દેત્રોજમાં 22, દસક્રોઈમાં 20 અને અમદાવાદ શહેરમાં 1685 દિકરીઓ આ યોજનાથી લાભાન્વિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો