છેલ્લાં 40 વર્ષથી ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકને દેશ છોડી દેવા પંચમહાલના એસપીએ કરેલા હુકમને હાઈકોર્ટે બહાલ રાખ્યો છે. આ સાથે કોર્ટે ટકોર કરી હતી કે, ભારતના બંધારણનો લાભ પાકિસ્તાની નાગરિકને મળે નહિ. ભારતીય મહિલા સાથે લગ્ન કરવાથી કે ભારતમાં ઉછેર થવાથી તે ભારતીય નાગરિકત્વ મેળવી શકતો નથી .
પંચમહાલમાં રહેતા મૂળ પાકિસ્તાની નાગરિકને દેશ છોડીને 12 જુલાઈએ પાકિસ્તાન જતા રહેવા એસપીએ હુકમ કર્યો હતો, જેને અરજદારે હાઈકોર્ટમાં પડકારતાં રજૂઆત કરી હતી કે, તે 40 વર્ષથી ભારતમાં જ રહે છે અને ભારતમાં જ મોટો થયો છે. ભારતીય મહિલા સાથે લગ્ન તેના લગ્ન થયેલા છે. બંધારણમાં નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારો હેઠળ તેમને દેશ છોડી દેવા આદેશ કરી શકાય નહિ. કેન્દ્ર સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર ભારતમાં ગેરકાયદે રહે છે. સિવિલ કોર્ટે અરજદારને વિદેશ મોકલવા પર સ્ટે આપ્યો હતો. આ હુકમને કેન્દ્રે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર્યો હતો. ડિસ્ટ્રિક્ટ કોર્ટે સિવિલ કોર્ટના હુકમને રદ કરી દીધો હતો. ત્યાર બાદ અરજદારે કોર્ટના હુકમને ઉચ્ચ અદાલતમાં પડકાર્યો નથી. આથી સૌ પહેલાં જે સત્તાધીશોએ હુકમ કર્યો હોય તે મુજબ અરજદારે 12 જુલાઈ સુધી દેશ છોડી દેવાનો હતો.
આ સાથે કોર્ટે ટકોર કરી કે, જે નાગરિક ભારતનો નથી તેને ભારતના કાયદા હેઠળ કોઈ રાહત મળી શકે નહિ. ભારતમાં રહી શકે પણ નહિ.આમ આ સુનાવણીમાં પંચમહાલના પાકિસ્તાની અરજદારને 12 જુલાઈએ કરેલા એસપીના આદેશને માન્ય રાખી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.