હસ્ટલ કલ્ચર એટલે જીવનમાં બધું જ મેળવી લેવાની હોડ. કરિયર પછી વધારે પૈસા કમાવવા માટે, સારી પોસ્ટ પર જોબ, પ્રમોશન કે રિલેશનશિપ દરેક બાબતો મેળવવા માટે GenZ સતત ભાગી રહ્યા છે. સિટી ભાસ્કરે યંગસ્ટર્સ સાથે આ અંગે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ હસ્ટલ કલ્ચરને ફોલો કરવામાં લાઈફનો મહત્ત્વનો સમય ગુમાવી રહ્યા છે અને સ્ટ્રેસ, એંગ્ઝાઇટીનો ભોગ બની રહ્યા છે. જેના કારણે તેમને મેન્ટલ હેલ્થ ઈશ્યૂ પણ આવી રહ્યા છે.
ફોન, વ્હીકલ કે અન્ય જરૂરિયાત પૂરી કરવા ફાઈનાન્સિસ મેનેજ કરવા તેઓ સરળતાથી મળતી બેન્ક લોન તો લઇ લે છે પણ EMIના કારણે સ્ટ્રેસમાં આવી જાય છે અને પ્રેશર અનુભવે છે. તેમનું બિહેવિયર ટોક્સિક બને છે. તેમ છતાં #HustleCultureનો ભાગ બની સતત ભાગતા રહેવું અને સતત પ્રેશર લેવું એ ટ્રેન્ડ છે.
સોશિયલ મીડિયા પર દેખાડો થાય છે
સોશિયલ મીડિયાના કારણે હસ્ટલ કલ્ચરનો પાર્ટ બન્યા
નાનપણથી જ ઈન્ડિપેન્ડેન્ટ બનવાનું શીખવવામાં આવે છે. કરિયર નહીં બને તો લાઈફમાં શું કરશો આ સવાલના કારણે સ્ટ્રેસ આવે છે. સોશિયલ મીડિયા પર લોકોની સક્સેસ સ્ટોરી જોઇને અમને લાગે છે કે અમે તો હજુ કશું કર્યું જ નથી. જેનાથી ટોક્સિક ફીલ આવે છે. - સાક્ષી, સ્ટુડન્ટ
સતત પ્રૂવ કરવા માગતા યંગસ્ટર્સ પ્રેશરમાં રહે છે
આ જનરેશન સતત પ્રૂવ કરવા માગે છે તેથી પ્રેશરમાં જ રહે છે. દરેક બાબતમાં વધારે જ એફર્ટ્સ આપી તેઓ પોતાને સ્ટ્રેસફૂલ પરિસ્થિતિમાં મૂકે છે. લાઈફનું પ્રોજેક્શન સોશિયલ મીડિયા પર કરે છે જેમાં ફક્ત સારી બાબત જ દેખાડે છે. - સ્મિત ત્રિવેદી, સ્ટુડન્ટ
GenZને લાગે છે કે સતત ભાગવાથી તેમને બધું મળી જશે
સોશિયલ મીડિયાના કારણે યંગસ્ટર્સ એક પ્રકારની સ્પર્ધામાં હોય તેવી પરિસ્થિતિ છે. સોશિયલ મીડિયા પર ઉત્તમ દેખાવા અને શો ઓફ કરવાને તેઓ સારી બાબત માને છે. GenZને લાગે છે કે સતત ભાગવાથી તેઓ બધું જ મેળવી લેશે અને જ્યારે ન મળે ત્યારે ફોમો ફીલ કરે છે. કોવિડ બાદ હસ્ટલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, દરેક પળે જીવી લેવાની વાત લાઈફને ફાસ્ટ પેસ પર લઈ જાય છે. બીજાથી પાછળ રહી જશે તેવા ડરના કારણે તેઓમાં ઈન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ જોવા મળે છે. - ડૉ. પ્રશાંત ભિમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ, ગુજરાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.