તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટમાં સુનાવણી:‘AMC સરકારની પોલિસી મુજબ કામ નથી કરતી, શા માટે બાળકો જેવું વર્તન કરે છે, 108ની લાઈનો આ પોલિસીના ચક્કરમાં જ લાગે છે, 108 ટોટલ નિષ્ફળ’

અમદાવાદ2 દિવસ પહેલા
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
  • હાઈકોર્ટ આગામી સપ્તાહે હોસ્પિટલમાં ફાયર NOC મામલે વધુ એક સુનાવણી કરશે
  • બેડની અવેબલિટી માટે 4 કોર્પોરેશન અને 172 કોવિડ ડેઝિગ્નેટેડનો રિયલ ટાઈમ આંકડો નથી આવતો તેને વેબસાઈટ પર મૂકો
  • કોઈ ગંભીર હોય તો તેને ગવર્મેન્ટ ક્વોટા માટે પહેલાં ફોર્મ ભરવાનું? મામલતદાર અને કલેક્ટર જોડે જવાનું આ યોગ્ય નથી.
  • કોઈપણ કોર્પોરેશન પોતાની મનમાની નહીં ચલાવી શકેઃ હાઈકોર્ટ

કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી યોજાઈ હતી. હાઈકોર્ટે AMCને ખખડાવી કહ્યું કે AMC સરકારની પોલિસી મુજબ કામ નથી કરતી, શા માટે બાળકો જેવું વર્તન કરે છે, 108ની લાઈનો આ પોલિસીના ચક્કરમાં જ લાગે છે.

હાઇકોર્ટે કહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે તે અંગે ડિટેઈલમાં એફિડેવિટ કરો. 108 ટોટલ નિષ્ફળ છે. અમે જ્યારે કોઈ ઓર્ડર જાહેર કરીયે ત્યાર બાદ જ સરકાર હરકતમાં આવે છે આ સતત જોવા મળી રહ્યું છે. કોઈ કોર્પોરેશન પોતાની મનમાની ન કરે. આ મામલે વધુ સુનાવણી 11મેના રોજ યોજાશે.

AMC સરકારના નિયમો મુજબ જ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરે છે: વકીલ
AMCના એડવોકેટ મિહિર જોશીએ કહ્યું કે AMC સરકારના નિયમો મુજબ જ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરે છે અચાનક કેસ વધી જવાના કારણે AMC કેટલાક નિર્ણયો લીધા છે, એમાં અમે સરકારની પોલિસીને અવરોધી હોય તેવું નથી. 108 માત્ર ફ્રિ બેડ હોય તેવી જ હોસ્પિટલમાં દર્દીઓને લઈ જાય છે અમે જે 75 ટકા બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં રિઝર્વ રાખ્યાં છે તેમાં માત્ર 20 ટકા હોસ્પિટલમાં જ ફ્રી સારવાર આપીએ છે, બાકીના દર્દીઓને 108 આ રિઝર્વ બેડ વાળી હોસ્પિટલમાં લાવતા નથી, તેઓ સરકારી હોસ્પિટલમાં જ લઇ જાય છે.

એફિડેવિટમાં કેમ અમુક બાબતોનો ઉલ્લેખ નથી?
રાજ્ય સરકાર અને AMC વચ્ચે સંકલનના અભાવને કારણે હાઇકોર્ટે કહ્યું કે સરકાર કેમ કોઈ પગલાં લેતી નથી. એફિડેવિટમાં અમુક બાબતોનો ઉલ્લેખ નથી.AMCના વકીલ મિહિર જોશીએ ન્યૂઝ ચેનલમાં વાયરલ થયેલા ઉચ્ચ અધિકારીના નંબર અંગે કોર્ટમાં ફરિયાદ કરી કે આવી પરિસ્થિતિ આવી હેરાનગતિ અવરોધ ઉભો કરે છે અને આ ન્યૂઝ ચેનલ વિરુદ્ધ કોઈ પગલાં પણ નથી લેવાયા. હાઇકોર્ટે આ બાબતે સરકારી વકીલ કમલ ત્રિવેદીને કહ્યું કે તમે આ વખતે એફિડેવિટમાં આ બાબત કેમ નથી ઉમેરી.તમે આ ન્યૂઝ ચેનલ વિરુદ્ધ કેમ પગલાં લીધા નથી, એનું સ્પષ્ટીકરણ કરો. આવા સમયે જો ન્યૂઝ ચેનલ આવું કામ કરે તો તેને બંધ કરાવી દો મને આ બાબતે તમે જવાબ આપો.

આ પરિસ્થિતિમાં આ બાબત ભુલાઈ ગઈ
સરકારી વકીલે પોતાના બચાવમાં હાઇકોર્ટેને કહ્યું કે હાલ આ પરિસ્થિતિમાં બધી બાબતો વચ્ચે આ બાબત ભુલાઈ ગઈ છે. હું આ બાબતે સરકારનું ફરી ધ્યાન દોરીશ. હું માફી ચાહું છું કે હું આ બાબતનો એફિડેવિટમાં ઉલ્લેખ ન કરાવી શક્યો. પરંતું હવે આવતી સુનવણીમાં આ બાબતે સરકારનું ધ્યાન દોરીશ.

જ્યારે એડવોકેટ અમિત પંચાલે ભરુચની હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે રજૂઆત કરી હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયર NOC નહોતું તેવી જાણ કરવામાં આવી હતી. સાથે જ આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ તેમ કહ્યું હતું. સાથે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે, આ ફાયર NOC મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું.

નાના શહેરોમાં ટેસ્ટિંગની સુવિધાનો અભાવ
હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સીનિયર એડવોકેટ પરસી કવિના ટેસ્ટિંગની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક શહેરોમાં રિસોર્સની અછત સર્જાય છે જેમાં ઘણા પ્રોબ્લેમ છે જેમાં મુખ્ય 3 સમસ્યા છે. જેમાં પહેલું છે ટેસ્ટનું રિપોર્ટિંગ જે લેટ થાય છે, બીજું છે કેટલાક જિલ્લાના ગામોમાં ટેસ્ટિંગની વ્યવસ્થા નથી અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં સાધનો ઘૂળ ખાય છે અને પૂરતો સ્ટાફ નથી. આ ગંભીર બાબત છે. તેમણે કહ્યું, અમારા એડવોકેટ એસો.એ જિલ્લાના બાર એસો.જોડે વાત કરીને પરિસ્થિતિઓ જાણી છે એને ધ્યાનમાં લઈને આજે રજૂઆત કરી એ છે. સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા,પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ અભાવ છે. ધન્વંતરી રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ PHC સેન્ટર આગળ જ પાર્ક હોય છે. નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સુવિધાઓ અને સારવાર નો અભાવ છે.

'સરકારે ટેસ્ટ ઘટાડ્યા, એટલે કેસ ઘટ્યા'
એડવોકેટ પરસી કવિનાએ આગળ કહ્યું, DRDO હોસ્પિટલમાં 600 જેટલા જ બેડ કાર્યરત છે એ કેમ બધા ચાલુ કરવામાં નથી આવતા. તમે DRDO હોસ્પિટલમાં બાથરૂમ જોવો તો ખબર પડે કેટલી ગંદકી છે. ગાંધીજી તો ક્યારના સફાઈ અને સ્વચ્છતાની વાત કરી ગયા છે, આપણને એની વ્યવસ્થા હજી નથી આવડી. કોઈ સ્ટાફ નથી ત્યાં સફાઈ કામદારોનો. RT-PCR ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. 26 જગ્યાએ RT-PCR ચાલુ કરવામાં આવ્યા, ત્યાં પણ કોઈ આંકડા મળતા નથી. RT-PCRની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે, એટલે ટેસ્ટિંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. સરકારને એવું લાગે છે કે રાહત થઈ. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે. સરકારે કેટલા ડોઝ મંગાવ્યા એ તો જાહેરાત કરે છે પણ કેટલા આવ્યા એ પણ કહેવું જોઈએને કેમ જણાવતા નથી.

રાજ્યમાં ટેસ્ટિંગ મામલે સરકારે કર્યો પોતાનો બચાવ
સરકારી વકીલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે, રાજ્યમાં RT-PCRના નવા 44 મશીન માંથી 35 મશીન વર્કિંગ છે 21 મશીન ઇન્સ્ટોલ થઈ ગયા છે. અને બાકીના 9 ટ્રાન્ઝિટમાં છે એટલે અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ જેથી ટેસ્ટિંગ વધે. ટોટલ 72 RT-PCR ટેસ્ટિંગ મશીન ગવર્નમેન્ટ લેબમાં છે. આ લેબમાં 3 શિફ્ટમાં કામ થાય છે જેથી રિપોર્ટ જલ્દી મળે. સરકાર 21 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટિંગ માટે વાત કરી રહી છે . તેઓ જો અમને હા કહે તો અમે RT-PCR ટેસ્ટિંગ ચાલુ કરીએ. આ 21 યુનિવર્સિટીમાં પ્રાઇવેટ અને સરકારી બંને યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, 21 યુનિવર્સિટી જો RT-PCR ટેસ્ટિંગ માટે સરકારની વાત ન માનતી હોય તો તેમને આદેશ કરો આ સમય ચર્ચા કરવાનો નથી. તેઓ જોડે લેબ હોય તો તમે સ્ટાફ આપીને ચાલુ કરાવો. વધુમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું, તમે સરકારી એફિડેવિટમાં કેટલી માહિતી ખોટી લઈને આવ્યા છો આવી બેદરકારી તમારા સોર્સ કેવા છે?

AMCએ 108થી દર્દીઓને દાખલ કરવા પર શું કારણ આપ્યું?
AMCના એડવોકેટ મિહિર જોશીએ જણાવ્યું કે, AMC અને 108 સંકલન કરીને દર્દીઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને હોસ્પિટલનું અલોકેશન કરે છે. AMCએ પ્રાઇવેટ હોસ્પિટલમાં 75 ટકા બેડ રિઝવ કર્યા છે. લોકો ડાયરેક્ટ કાર લઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે, જરૂર વગર તેઓ એડમિટ થાય અને ઓક્સિજન વાળા બેડ ભરાય છે. એટલે અમે સેન્ટ્રલ કન્ટ્રોલર ટીમને રાખી છે. તેઓ 108માં આવેલ દર્દીઓ જો ગંભીર હોય તો તે નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવે છે.

હાઈકોર્ટે AMCને ઝાટકી
વધુમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું, તમે સરકારી એફિડેવિટમાં કેટલી માહિતી ખોટી લઈને આવ્યા છો આવી બેદરકારી તમારા સોર્સ કેવા છે? સરકાર ટેસ્ટિંગનો આંકડો કેમ બરાબર બતાવતી નથી. ટેસ્ટિંગ ઓછું થાય છે એ હકીકત છે તમે વ્યવસ્થા કેમ વધારતા નથી. હાઇકોર્ટે વધુમાં કહ્યું કે, AMC રાજ્ય સરકારની અંડરમાં આવે છે, તો તેને સરકારની પોલિસી પ્રમાણે કામ કરવું પડે. પરંતુ AMC પોતાની અલગ પોલિસીથી કામ કરે છે આવું કેમ? 108ની લાઈનો આ પોલિસીના ચક્કરમાં જ લાગે છે. બને સંકલન કરીને કામ કરવું જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, AMCએ અમદાવાદમાં રહેતા હોયને બીજા રાજ્યમાંથી આવે તો RT-PCR ટેસ્ટ જરૂરી નહીં એવી છૂટ આપવામાં આવી છે, તે પાછી ખેંચવામાં આવે, કોર્પોરેશન પ્રેસનોટ જાહેર કરે. આખા રાજ્યમાં બહારથી આવતા બધાને 72 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ જરૂરી છે એવો નિયમ છે જ, 72 કલાક પહેલાં ગુજરાત છોડતી વખતે કરાવ્યો હોય ઠીક છે જરૂરી નહીં. અમદાવાદમાં તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ અંગેની રીયલ-ટાઈમ માહિતી લોકોને મળે તે માટે અત્યાર સુધી કોર્પોરેશન કે રાજ્ય સરકારે શા માટે કોઈ પગલાં નથી ભર્યા? અન્ય જિલ્લા અને શહેરો કરી શકે તો અમદાવાદ કેમ નહીં? અમે આદેશ કર્યો તો પણ કેમ નહીં. શું દર્દી દરેક હોસ્પિટલ ફરી ફરીને બોર્ડ જોશે? કોર્પોરેશન આ બાબતે વ્યવસ્થા કેમ નથી કરતું? અમે આદેશ આપ્યા પછી પણ કોર્પોરેશન રિસ્પોન્સ નથી આપતું?

'રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણ દરેક જિલ્લામાં સરખું કરો'
રાજ્યમાં રેમડેસિવિરના વિતરણ અંગે સરકાર તરફથી દલીલ કરાઈ હતી કે, દર્દીની ગંભીરતા જોઈને રેમડેસિવિર અપાય છે. જેમાં છેલ્લા દિવસમાં અમદાવાદમાં 25.44% ઈન્જેકશન આપ્યા છે અને જિલ્લામાં 75% ઈન્જેકશન ફળવામાં આવ્યા છે. જવાબમાં હાઇકોર્ટે કહ્યું, અમદાવાદ રાજ્યનો ભાગ છે તેને વધારે રેમડેસિવિર અપાય છે જિલ્લામાં હજી ઘણી ડિમાન્ડ છે ત્યાં ઈન્જેકશન પહોંચતા નથી. અમદાવાદ મોટું સીટી છે પણ જિલ્લા અને અન્ય શહેરો પણ મહત્વના છે સરખું વિતરણ કરો. હવે તમે અમને છેલ્લા 15 દિવસ કે મહિનો જીલ્લા પ્રમાણે ઈન્જેકશન કેટલા આપ્યા એની માહિતી આપજો.

ઓક્સિજનની અછત પર સરકારે શું કહ્યું?
સરકારી વકીલ કમલ ત્રિવેદીએ કહ્યું કે, ઓક્સિજન સપ્લાય માટે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જેથી શહેરમાં અને જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજન સીધે સીધો પહોંચી શકે. 7 માંથી 5 ઓક્સિજન PSA પ્લાન્ટ ચાલુ છે. જેઓને ઓક્સિજન સપ્લાયની જરૂરી નથી. 2 પ્લાન્ટ નવસારી અને મોરબીમાં ટૂંક સમયમાં ચાલુ થશે. બીજા 32 PSA પ્લાન્ટ માટેની પ્રોસેસ ચાલી રહી છે. જેના પર ચીફ જસ્ટીસે કહ્યું હતું, ગુજરાત પીએમ કેર ફંડ માંથી કેમ ઓક્સિજન પ્લાન્ટ માટે ફન્ડ મળે તેની રાહ જોવે છે, રાજ્ય સરકાર કેમ ફંડ નથી કરતું એ કરે તો પ્લાન્ટ વધી શકે છે. જેના પર સરકારી વકીલ કહ્યું, આ PSA પ્લાન્ટ માટેનું રો-મટીરીયલ આપણે બહારના દેશમાંથી મંગાવીએ છીએ. જે 2-3 મહિનામાં આવે છે જેના કારણે વિલંબ થઈ રહ્યો છે .સરકાર પ્રયત્ન કરી રહી છે કે જલ્દીથી આ પ્લાન્ટ તૈયાર થાય આ પ્લાન્ટ 30 થી 60 લાખમાં તૈયાર થઈ જાય છે.

'અમે કેન્દ્રને પૂછીશું કે તે રાજ્યને રેમડેસિવિર કેટલા અને કઈ રીતે આપે છે'
એડવોકેટ પરસી કવિનાની દલીલ પર હાઇકોર્ટે કહ્યું કે, રેમડેસિવિર કેન્દ્ર સરકાર રાજ્યને કઈ રીતે આપે છે કેટલા આપે એ પણ અમે પુછીશું. એડવોકેટ શાલીન મહેતાએ કહ્યું કે, હજી ઓક્સિજનની અછત છે. ઓક્સિજન વગર દર્દોઓ હાલત ગંભીર થઈ રહી છે. દરેક હોસ્પિટલ દર્દીઓને ઓક્સિજન માટે ના પડે છે એવું ન કરવું જોઈએ આ બાબતે સરકારે કઈ કરવું જોઈએ હોસ્પિટલમાં તો ઓક્સિજન પૂરો પાડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કોરોનાની ચેઇન તોડવા રાજ્યમાં લોકડાઉનની જરૂર લાગે તો લોકડાઉન લાદવા માટે કહ્યું છે. લગ્નમાં 50 લોકોની હાજરી યોગ્ય નથી. સંક્રમણ વધી શકે છે. DRDO હોસ્પિટલમાં જમવાનું 4 વાગે મળે છે અને દર્દીઓને બાથરૂમ લઈ જવા માટે કોઈ હોતું નથી. 1 કલાક બેડમાં બેસી ને રાહ જોવી પડે છે.

ધારાસભ્યોને 25 લાખ સિવાય 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે
બીજી તરફ એડવોકેટ આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે, સરકારી સ્કીમનો લાભ લેતા બાળકોને ફૂડ કુપન, રાશન કીટ અને ભણવાનું મટીરીયલ આપવામાં આવે જુવેનાઈલ કસ્ટડીના બાળકોને ટ્રીટમેન્ટ અને ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. પ્રેગ્નેટ મહિલાઓ માટે હોસ્પિટલમાં અલગ સુવિધાઓ કરવામાં આવે. નારી નિકેતનમાં સજા કાપી રહેલી મહિલાઓ માટે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ ની વ્યવસ્થા કરવામાં આવે.દરેક ધારાસભ્યને 25 લાખ સિવાય બીજી 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવામાં આવે. 25 લાખમાં 21 લાખની એબ્યુલન્સ જ આવે છે. બીજી ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે બીજી ગ્રાન્ટ આપવામાં આવે.

'કોઈપણ ગંભીર દર્દીઓને પહેલા દાખલ કરો'
સુઓમોટો સુનાવણી દરમિયાન એડવોકેટ નીરવ મજમુદારે દલીલ કરી કે, AMCએ ખાનગી હોસ્પિટલમાં ગવર્મેન્ટ ક્વોટા માટે 50 ટકા બેડ રિઝર્વ રાખવામાં માટે ઓર્ડર કર્યો હતો. તેમની ટીમ તે બાબતનું ધ્યાનમાં રાખી રહી છે કે, 50 ટકા બેડ ખાલી છે કે હવે આ પરિસ્થિતિમાં જો કોઈ ક્રિટિકલ કન્ડીશનમાં દર્દી આવે તો તેને દાખલ કરવામાં નથી આવતા. કારણ કે તે 50 ટકા બેડ અનામત રાખવામાં આવ્યા છે. હવે કોઈ ગંભીર હોય તો તેને ગવર્મેન્ટ ક્વોટા માટે પહેલાં ફોર્મ ભરવાનું? મામલતદાર અને કલેક્ટર જોડે જવાનું આ યોગ્ય નથી.જે ગંભીર હોય તેને પહેલા દાખલ કરવા જોઈએ.

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ટોકન સિસ્ટમનો મુદ્દો
એડવોકેટ અમિત પંચાલે ટોકન મુદ્દેની PIL અંગે રજૂઆત કરી. ટોકન સિસ્ટમ હતી. તે ખાલી ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ જ અલોટ કરી છે. તેઓ જોડે હાઉસ કીપિંગનો સ્ટાફ નથી. રીસેપ્શન પર ઓછો સ્ટાફ જોવા મળે છે. 900 બેડમાં બધા ભરાયા નથી માત્ર 641 જ વર્કિંગ છે, લોકો ગેરમાર્ગે દોરાઈને ત્યાં જાય છે.

સુઓમોટો PIL પર સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
રાજ્યમાં 1190 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન પૂરો પાડે છે જ્યારે બાકીનો જથ્થો રાજ્ય સરકાર અન્ય રીતે મેળવતી હોવાનો દાવો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી એફિડેવીટમાં સરકારે કર્યો છે. રેમડેસિવિરના ડોઝમાં પણ અમદાવાદ જિલ્લાને કુલ જથ્થાના 25.44 ટકા આપી દેવામાં આવે છે. એફિડેવીટમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની માગણીને કારણે કેન્દ્રએ 200 મેટ્રીક ટન જેટલો વધારે મેડિકલ ઓક્સિજનનો જથ્થો આપ્યો છે. રાજ્ય કક્ષાએ સરકારે ઓક્સિજન સપ્લાય માટે કંન્ટ્રોલરૂમ પણ તૈયાર કર્યો છે.

પહેલા કોરોના વેવમાં 50 હજાર બેડ હતા ત્યાં 1 મેની સ્થિતિએ 1,03,033 બેડ ઉભા કરવામાં આવ્યા છે. જીએમડીસી ખાતેના ધનવંતરી હોસ્પિટલમાં પણ 2જી મેની સ્થિતિએ 641 જેટલા દર્દીઓ દાખલ થયા છે. સરકારે કહ્યું છેકે, તેમણે આરટીપીસીઆરના મશીનો વધારીને ટેસ્ટની સંખ્યામાં મોટો વધારો કર્યો છે. સરકાર પાસે જ 72 મશિનો છે. ટેસ્ટ માટે તમામ લેબરોટરી જે અગાઉ 2 શીફ્ટમાં ચાલતી હતી તે હવે 24 કલાક ચાલે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો