તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભ આરંભ:આરંભ : ‘રાગ જનસંમોહિની અને શ્યામ કલ્યાણ થકી મનને શાંતિ આપવાનો પ્રયાસ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિરીઝમાં વોકલિસ્ટ માતંગ પરીખ, હેમદિપ શર્મા, વિરાજ અમરની પ્રસ્તુતિ

સપ્તક અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ઉપક્રમે ‘આરંભ’ સિરિઝ શરૂ થઈ છે. ડિજીટલ પ્લેટફોર્મ પર આયોજિત ‘આરંભ’ક્લાસિકલ સંગીત સિરિઝની પાંચમી રાત્રિની શરૂઆત માતંગ પરીખના ક્લાસિકલ ગાયનથી થઈ. તેમણે બંદિશી ઠુમરી અને હવેલી સંગીતની પ્રસ્તુતિ કરી. તેમની સાથે તબલાં પર જોબી જોય અને ફ્લૂટ પર આલાપ પરીખે સંગત કરી.

ત્યાર પછી બીજા સેશનમાં જ્યંતિ શર્માનું કાચતરંગ અનેહેમદિપ શર્માનું જલ તરંગ વાદન રજુ થયું. તેમણે રાગ જનસંમોહિની રજુ કર્યો. જ્યારે ત્રીજા અને અંતિમ સેશનમાં વિરાજ અમરનું ગાયન રજુ થયું હતું. તેમણે રાગ શ્યામ કલ્યાણ રજુ કર્યો હતો. તેમની સાથે તબલાં પર સપન અંજારિયા અને હાર્મોનિયમ પર તેજસ સોનીએ સંગત કરી.

સપ્તક અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ઉપક્રમે આયોજિત ‘આરંભ’ સિરિઝ અંતર્ગત આ પ્રકારને જાણીતા ગાયકો અને વાદકોનું પર્ફોર્મન્સ યોજવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આરંભ સિરિઝમાં વિવિધ ગાયકો અને વાદકો દ્વારા પર્ફોર્મન્સીસ આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો