• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Before The Vidhansabha Session Began, Two Congress MLAs Protested Wearing Aprons Over The Issue Of Providing Assistance To The Families Of The Covid Deceased

વિધાનસભા સત્ર:કોરોનાના મૃતકોને ન્યાય અપાવવાના નારા સાથે વિપક્ષનું વોકઆઉટ, આરોગ્ય મંત્રી​​​​​​​ બોલ્યાં-કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • રૂપાણી-નીતિન પટેલ ચૂપ બેસી રહેતાં નવા મંત્રીઓમાં રોષ
  • સત્ર શરૂ થાય એ પહેલાં કોંગ્રેસના બે ધારાસભ્યે કોવિડ મૃતકના પરિવારોની સહાયના મુદ્દે એપ્રન પહેરી વિરોધ વ્યક્ત કર્યો
  • કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માગણી સાથેનાં બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને કોંગ્રેસનો વિરોધ

આજે ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયું છે ત્યારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીઓનું મંત્રી તરીકેનું આ પહેલું સત્ર છે. વિરોધપક્ષ કોંગ્રેસ મંદી, મોઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કોરોના પીડિત લોકોની પિડા અને વેદનાને વાચા અપાવા આક્રમક વ્યુહ અપનાવવાની તૈયારી કરી છે.​​​​કોરોના મદ્દે વિધાનસભામાં કોંગ્રેસએ હોબાળો કર્યો હતો. ન્યાય આપો ન્યાય આપો કોરોનાના મૃતકોને ન્યાય આપો ના સૂત્રોચાર કરી કોંગ્રેસે આજે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં શોક દર્શક ઉલ્લેખો બાદ ગુજરાતના કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના શોક ઠરાવ અંગે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો.

ગુજરાત ખાનગી યુનિ. સુધારા વિધેયક પસાર
બે દિવસના સત્રમાં પહેલા દિવસે ગૃહમાં સર્વાનુમતે ગુજરાત ખાનગી યુનિવર્સિટીનું સુધારા વિધેયક પસાર થયું છે. જ્યારે બાકીના ત્રણ બિલ પર મંગળવારે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ સત્રનો પહેલો દિવસ સમાપ્ત થયો છે. જ્યારે બે સુધારા વિધેયક પણ રજૂ થશે. આ ઉપરાંત અમદાવાદનો શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ અને રાજકોટના ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડની તપાસ સમિતિનો અહેવાલ રજૂ થશે.

વિપક્ષના આક્રમણ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝઝૂમ્યા
પ્રશ્નોત્તરી દરમિયાન એમડી ડ્રગ્સ મુદ્દે વિપક્ષના આક્રમણ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝઝૂમ્યાં હતા. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંદરોઅંદર ગુફતેગુ કરવામાં વ્યસ્ત હતા. જેથી નવા નિમાવેલા મંત્રીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો કે, પૂર્વ સીએમ અને નાયબ સીએમએ સાથે આપવાની જગ્યાએ ચુપ બેસી રહ્યા. કોંગ્રેસના ધારાસભ્ય નૌશદ સોલંકીએ હિન્દીમાં અભિપ્રાય આપતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાતને અન્ય ધારાસભ્યોનું અપમાન ગણાવ્યું અને તેમને બોલેલ શબ્દો રેકર્ડ પરથી દૂર કરવાની માંગણી કરી હતી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે: આરોગ્ય મંત્રી
વિધાનસભામાંથી કોંગ્રેસના વોકઆઉટ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે. નાટક કરી રહી છે. વિધાનસભા કોરોનાના નામે રાજકીય દેખાવોનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર મૃતકના પરિવારને 50 હજારની સહાય આપવા જઈ રહી છે. ભાજપ સરકાર ગુજરાતની સાથે છે. રાજ્ય સરકાર અતિવૃષ્ટિમાં નવીન રકમનો ઉપયોગ કરી પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં 10 હજાર 82 લોકોના કોરોનામાં મોત થયા છે. આજે ગૃહમાં તમામ આગેવાનોએ એક થવું જોઈએ.

વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસના સંભવિત વિરોધને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વિધાનસભા તરફ જતી ગાડીઓનું પણ ચેકીંગ ધરવામાં આવ્યું હતું.

ગુજરાતના કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના શોક ઠરાવ અંગે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો
ગુજરાતના કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના શોક ઠરાવ અંગે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો

પાટીલે પ્રેક્ષક ગેલેરીમાંથી નવા મંત્રી મંડળની કામગીરી નિહાળી
નવા મંત્રીઓ અને ભૂપેન્દ્ર પટેલના સામે પડકારો હોય તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે ગૃહ શરૂ થતાં પહેલાં જ ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના દંડકની ઓફિસમાં સીઆર પાટિલના અધ્યક્ષ સ્થાને ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના હલ્લાબોલની મજબૂતાઈથી કેવી રીતે જવાન આપવો તે અંગે સીઆર એ ધારાસભ્યોને શીખવાડ્યું હતું. ગૃહ શરૂ થયા બાદ સીઆર પાટીલે પ્રેક્ષક ગેલેરીમાંથી નવા મંત્રી મંડળની કામગીરી નિહાળી હતી. પાટીલની સાથે 4 મહામંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આજે જ્યારે ડ્રગ્સના લઈને પક્ષમાં પરેશ ધાનાણીએ ઉગ્ર વાત કરી ત્યારે એક સમયે વરિષ્ઠ નેતાઓની કમી ભાજપના નવા મંત્રીઓમાં દેખાવ મળી હતી. વિધાનસભા ગૃહની બહાર લોબીમાં પક્ષ અને વિપક્ષના અનેક કાર્યકરો અને મુલાકાતીઓ આવ્યા હતાં. લોબીમાં પણ લોકોની વધુ અવરજવરના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ ચેમ્બરની અંદર બેસીને લોકો વિધાનસભામાં ચાલતી પ્રશ્નોતરી સાંભળી હતી.

ગુજરાતમાં 14 દિવસ પહેલા બનેલી નવી ભૂપેન્દ્ર પટેલની સરકારની પ્રથમ કસોટી વિધાનસભાના માત્ર બે દિવસના ટૂંકા સત્રમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ નવા નીશાળીયા હોવાથી વિધાનસભાની કાર્યવાહીથી માંડીને વિરોધ પક્ષના આક્રમક પ્રશ્નો અને આક્ષેપોનો સામનો કરવો ઘણો કઢીન બની શકે તેમ હોવાથી પૂર્વ મુખ્યમંત્રી સહિત જુના મંત્રીઓ ભાજપ દ્વારા ખાસ સૂચના આપીને વિધાનસભા સત્રમાં નવી સરકારને કોંગ્રેસ ભીંસમાં ના લઈ શકે તે માટે તેમની સાથે રહેવા માટે કહેવામાં આવ્યું છે.

સરકારમાં સપોર્ટમાં રહેવા જૂના મંત્રીઓને ફરજ પડાશે ( ફાઈલ ફોટો)
સરકારમાં સપોર્ટમાં રહેવા જૂના મંત્રીઓને ફરજ પડાશે ( ફાઈલ ફોટો)

બે દિવસીય સત્ર દરમિયાન ગૃહમાં ચાર વિધેયક લવાશે
બે દિવસીય સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021 અને જીએસટી સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક, 2021 અને કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક એમ 4 વિધેયક લવાશે. આ ચાર વિધેયકમાં સુરતમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો વિવાદ થયા પછી ગ્રાન્ટેડ કોલેજને ફરજિયાત જોડી ન શકાય તે સુધારો કર્યો તેનું બિલ છે. આ પહેલાં ભાજપે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં વિધેયક, ગૃહની કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.

નવા મંત્રીઓની આજે સત્ર દરમિયાન પરીક્ષા થશે
નવા મંત્રીઓની આજે સત્ર દરમિયાન પરીક્ષા થશે

કોંગ્રેસ આ મુદ્દાઓ ઉઠાવશે
કોંગ્રેસ ગૃહની શરૂઆતમાં કોવિડ-19ના મૃતકોને સામૂહિક પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ લાવશે. આ પછી કોવિડ સારવારમાં બેદરકારી, કોવિડ મૃતકો પરિવારજનોને 4 લાખની સહાય, તાઉતે વાવાઝોડાની સહાય, જામનગર સહિતના 4 જિલ્લામાં અતિવૃષ્ટને કારણે નુકસાનીમાં સહાય, મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ ઉગ્ર રજૂઆતો કરશે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

સરકારમાં સપોર્ટમાં રહેવા જૂના મંત્રીઓને ફરજ પડાશે
જોકે સમગ્ર સત્રમાં જૂના રાજકીય જોગીઓ (પૂર્વમંત્રીઓ) નવા મુખ્યમંત્રી અને તેના મંત્રી મંડળને સાથે રાખી બે દિવસનું આ સત્ર કેવા સહયોગથી પસાર કરે છે? અને સત્ર દરમિયાન સરકારના પૂર્વ મંત્રીઓ વિધાનસભા ગૃહમાં કેટલી હાજરી આપશે તેવા તર્ક ઉપસ્થિત થયા છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં વ્હીપ આપી સરકારના સપોર્ટમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...