તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિની વેકેશન:ત્રીજી લહેર આવે તે પહેલાં મિની વેકેશનમાં ગુજરાતીઓ ફરવા ઉપડ્યા, આબુ,ગોવા,જેસલમેરથી લઈ સાપુતારા સુધીની હોટેલ-રિસોર્ટ હાઉસફૂલ

અમદાવાદ22 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • ટૂર ઓપરેટરોએ પણ પેકેજમાં 40 થી 60 ટકા વધારો કરી દીધો
  • સોમવારે જન્માષ્ટમીનો તહેવાર હોવાને કારણે લોકોને સળંગ ત્રણ રજાઓ મળી.
  • રજાઓનો ફાયદો ઉઠાવવા લોકોએ પરિવાર સહિત ફરવા જવાની યોજના બનાવી.

હરવા ફરવાના શોખીન ગુજરાતીઓને કોરોનાએ ઘરમાં બેસાડી રાખ્યા બાદ હાલ તહેવારો સમયે જ બીજી લહેર ઘટી જતાં અને ત્રીજી લહેર આવે તે પહેલાં જન્માષ્ટમીનું મિની વેકેશન મનાવવા આબુ, દીવ, સાપુતારા, જયપુર,ઉદયપુર, જેસલમેર, કુંભલગઢ, ગોવા ઉપરાંત ગુજરાતના પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, દમણ, સાસણ ગીર, સાપુતારા, પોલો ફોરેસ્ટ પહોંચી જતા રિસોર્ટ અને હોટલો પણ હાઉસફૂલ થઈ ગઈ છે અને ટૂર ઓપરેટરોએ પણ પેકેજમાં 40થી 60 ટકા વધારો કરી દીધો હતો,

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

નાના પેકેજની માંગ ઘણી વધી છે
સોમવારે 30 ઓગેસ્ટ જન્માષ્ટમીનો તહેવાર હોવાને કારણે લોકોને શનિ, રવિ અને સોમની ત્રણ સળંગ રજા મળી ગઈ છે. આ રજાઓને માણવા માટે ગુજરાતી ઓ ફરવા ઉપડી ગયા છે. કોરોનાની સાથે સાથે રોજબરોજના જીવનથી કંટાળેલા લોકો ગુજરાતથી નજીક હોય તેવા સ્થળો પર રોડ ટ્રીપ નું પણ આયોજન કરી રહ્યા છે, આટલું જ નહીં, ગોવા, જયપુર, જોધપુર અને જેસલમેરના બુકિંગ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓને લાંબા સમય પછી લાંબી રજાઓ મળી છે માટે નાના પેકેજની માંગ ઘણી વધી છે. લોકો સારા રિસોર્ટમાં રહીને પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરવાનું પસદં કરે છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ભીડ વધતાં હોટલ-ગેસ્ટહાઉસ ફૂલ
મીની વેકેશનમાં ગુજરાતીઓનો ઘસારો વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ, દમણ, સાસણ ગીર, સાપુતારા, પોલો ફોરેસ્ટ, ઉદયપુર, જયપુર, કુંભલગઢ, જોધપુર, જૈસલમેર વગેરે સ્થળોની હોટલો લગભગ હાઉસફુલથઈ ગઈ છે. ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના બુકિંગમાં થયેલા વધારાને કારણે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ રાહત થશે અને લાગી રહ્યું છે કે લોકોમાં હવે બહાર નીકળવાનો ભય ઓછો થયો છે. લોકોને લાંબા સમય પછી લાંબી રજાઓ મળી છે માટે ત્રણ રાત અને ચાર દિવસના પેકેજની માંગ ઘણી વધી છે. લોકો સારા રિસોર્ટમાં રહીને પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરવાનું પસંદ કરે છે.