કમલમ્ ખાતે સ્વાગત:નવા મંત્રીઓ પહોંચ્યા કમલમ, ઢોલ નગારા સાથે મુખ્યમંત્રી-મંત્રીઓનું સ્વાગત, પાટીલ-ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓની બેઠક

અમદાવાદ3 મહિનો પહેલા
  • કમલમ ખાતે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અલગ-અલગ રૂમમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી
  • કમલમ્ ખાતેથી પાસ લઈને રાજભવન પહોંચી રહ્યા છે નેતાઓ
  • ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલીઓ બોલાવાયા
  • અમદાવાદના મેયર હિતેશ બારોટ કમલમ્ ખાતે પહોંચ્યા

ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાયો. શપથવિધિ પહેલાં આજે કમલમ્ ખાતેથી મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. નવા મંત્રીઓનું મોઢું મીઠું કરાવવા કમલમ્ ખાતે મીઠાઈઓ પહોંચી ગઈ છે. મંત્રીપદ મેળવ્યા બાદ હાલમાં તમામ મંત્રીઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. કમલમ ખાતે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અલગ-અલગ રૂમમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. ​​​​​​પાટીલ-ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓની બેઠક થઈ હતી.

નવા મંત્રી પ્રદીપ પરમાર અને કુબેર ડીંડોર
નવા મંત્રી પ્રદીપ પરમાર અને કુબેર ડીંડોર

નવા CM અને મંત્રીમંડળની રચના બાદ ભાજપ પ્રભારી મીડિયા સામે આવ્યા
નવા સી.એમ અને મંત્રી મંડળની રચના થયા બાદ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યા અને પ્રતિક્રિયા આપી હતી. જોકે મીડિયા સમક્ષ તેમને દસ મિનિટ સુધી વાત કરી અને સવાલોના જવાબ આપ્યા. જેમાં મુખ્ય સવાલ શા માટે નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું? તે પૂછવામાં આવ્યો, જેમાં મોટાભાગે તેમનો જવાબ એ જ રહ્યો કે, ભાજપ નવા નેતૃત્વને પ્રમોટ કરવા માંગે છે. એટલે નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓને તક આપી છે, તેવો જ જવાબ આપ્યો. આ ઉલ્લેખ 3-4 વાર કર્યો. જોકે તેમણે ખુલીને કઈ બોલવાથી દુર રહ્યા. તેમણે જણાવ્યું કે, બધાએ સર્વસંમતિથી નિર્ણય કર્યો છે, નવા નેતૃત્વને આગળ વધારવાનો તમામનો નિર્ણય હતો, નવું નેતૃત્વ જરૂરી છે. ગુજરાત એ ભાજપ માટે પ્રયોગશાળા નથી પરંતુ પ્રેરણા હોવાની પણ તેમને વાત કરી.

કમલમ ખાતે મંત્રીઓ ના સમર્થકો ફૂલ અને મીઠાઈ સાથે પહોંચી રહ્યા છે
કમલમ ખાતે મંત્રીઓ ના સમર્થકો ફૂલ અને મીઠાઈ સાથે પહોંચી રહ્યા છે
કમલમમાં બોલાવાયેલા ઢોલીઓની તસવીર.
કમલમમાં બોલાવાયેલા ઢોલીઓની તસવીર.