તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મણિનગર પાસેના દક્ષિણી અંડરપાસમાં ખાડા અને જર્જરિત સ્થિતિને લઈને 30 હજાર કરતા વધારે વાહનચાલકો હેરાન છે. એવાં ટું અને થ્રી વિલર વાહનચાલકો કે જેઓ મણિનગર ક્રોસિંગ બંધ હોય ત્યારે તેમજ પોતાની સુવિધા માટે આ અંડરપાસનો ઉપયોગ કરે છે પણ બાબાઆદમના સમયનો આ અંડર પાસ અત્યંત સાંકડો છે. બે રિક્ષાઓ પણ સામસામે આવે તો સાચવીને પસાર થવું પડે તેવી સ્થિતિ હોય છે. આ સંજોગોમાં વાહનચાલકોની માંગણી છે કે અંડરપાસનો રોડ સારો હોય અને તેને પહોળો કરવામાં આવે.
બીજી તરફ અંડરપાસમાં સામેથી આવતા વાહનો મિરરમાં દેખાય તે માટે મિરર લગાવાય છે. પણ થોડાક જ સમયમાં આ મિરર ગાયબ થઈ જાય છે. ક્યારેક તો આસપાસસના રહીશો અહીં કચરો પણ ફેંકી જતા હોય છે. કેમ કે કેટલીક જગ્યાએ હજુ અહીં રેલિંગ લગાવાઈ નથી. જેથી સલામતીને લઈને પણ અનેક પ્રશ્નો છે.
ગુફામાં પ્રવેશ કરતા હોઈએ તેવો અનુભવ થાય છે
આ અંડરપાસમાં પ્રવેશ કરીએ એટલે કોઈ અંધારી ગુફામાં પ્રવેશ કરતા હોય તેવો અનુભવ થાય છે. વળી અહીં રોડ પણ જર્જરિત છે. અહીં જ્યારે પણ રોડ તૂટે ત્યારે તેની પર થિંગડા મારી દેવાય છે. જેથી અવર-જવરમાં પણ ભારે મુશ્કેલી પડે છે. ક્યારેક તો અહીં છૂટક લારીઓ અને ગાયો પણ ઘુસી જાય ત્યારે સ્થિતિ અત્યંત કફોડી થઈ જાય છે. તંત્ર જો આ અંડરપાસના રિપેરીંગનું કામ ઝડપથી હાથ પર લે તો આવી સમસ્યાઓનો અંત આવે. ખાસ તો અહીં ચોમાસુ આવે ત્યારે હાલત કફોડી થઈ જાય છે. અંડરપાસ મિનિ તળાવમાં ફેરવાઈ જાય છે. -જગદીશ ઠક્કર, સ્થાનિક
અહીંથી મહત્વના વિસ્તારોમાં જવાય છે
શહેરમાં બીજા અંડરપાસ જોઈએ તો તે પહોળા હોય છે. એક તરફ વ્યસ્ત મણિનગર ક્રોસિંગ અને તેની પાસેનો આ અંડરપાસ અત્યંત સાંકડો હોવાથી ક્યારેક તો અંદર જ ટ્રાફિક જામ થઈ જાય છે. આ એટલા માટે મહત્વનો છે કેમ કે અહીંથી જ લોકો ગોરના કૂવો, જશોદાનગર, હાથીજણ તરફ જતા હોય છે. તેવામાં જો આ અંડરપાસની મરામત કરવામાં આવે તો નાગરિકોની સુવિધામાં વધારો થશે.વર્ષોથી આ સમસ્યા તેમની તેમ જ રહી છે. જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.જો ચોમાસા સુધીમાં અહીંનું રિપેરિંગ કરી દેવાય તો સારું છે નહીં તો અકસ્માતનો ભય રહે છે. -પુષ્પા પરીખ, સ્થાનિક
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.