તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબૂલાત:ચૂંટણી પહેલાં નરોડા પોલીસે દેશી રિવોલ્વર સાથે બેની ધરપકડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંનેએ રાજસ્થાનથી બંદૂક લઈને આવ્યા હોવાની કબૂલાત કરી
 • દેવી સિનેમા નજીક પકડાયેલા યુવકો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું

શહેરમાં ચૂંટણી પૂર્વે બાતમીને આધારે નરોડા પોલીસે દેશી રિવોલ્વર સાથે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

નરોડા પોલીસને બાતમી મળતા દેવી સિનેમા નજીક શંકાસ્પદ બે યુવકોની અટકાયત કરી તપાસ કરતા યુવકો પાસેથી ગેરકાયદેસર દેશી રિવોલ્વર મળી હતી. પોલીસે આ મામલે દેવેન્દ્રસિંહ તેજસિંહ રાજાવત(ઉં.24,રહે. અલીગઢ, રાજસ્થાન) અને દિનેશકુમાર હવાસિંહ જાટ(ઉં.20, રહે. શ્રીવાટિકા સોસાયટી, અજમેર) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં બંનેે આરોપી વિદ્યાર્થી હોવાનું અને રાજસ્થાનથી ખાનગી બસમાં બંદૂક લઇને આવ્યા હોવાની કબૂલાત કરી હતી. આ અંગેે પીએસઆઈ એ.એમ પટેલે જણાવ્યું હતું કે, આરોપીઓ હથિયાર શા માટે લાવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો