તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસા પૂર્વે તૈયારી:ચોમાસા પહેલાં અમદાવાદના કોટ વિસ્તારમાં ભયજનક મકાનોનો કોર્પોરેશને સર્વે કર્યો, સૌથી વધુ ખાડિયા વિસ્તારમાં 58 જર્જરિત મકાનો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જર્જરિત બિલ્ડીંગો ખાલી કરાવવાની કામગીરી મ્યુનિ. કોર્પોરેશને આરંભી - Divya Bhaskar
જર્જરિત બિલ્ડીંગો ખાલી કરાવવાની કામગીરી મ્યુનિ. કોર્પોરેશને આરંભી
  • શહેરના કોટ વિસ્તારમાં કુલ 101 મકાનો જર્જરિત હાલતમાં છે.
  • મ્યુનિ. કોર્પોરેશને જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે નોટિસ આપી.

રાજ્યમાં 15થી 20 જૂનની વચ્ચે ચોમાસાની શરૂઆત થાય તેવી શકયતા છે. વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ જુના જર્જરિત મકાનો પડવાની ઘટના બને છે. શહેરમાં અનેક જગ્યાએ જુના મકાનો આવેલા છે તેમાં પણ ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ જર્જરિત અને ભયજનક મકાન હોવાનું ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. આ મામલે ચોમાસાની સિઝન અને રથયાત્રા પહેલા કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ભયજનક એવા જર્જરિત મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો.

101 મકાનો જર્જરિત હાલતમાં
મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી આર.કે. તડવીએ Divya bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસા ભયજનક મકાનના સર્વેમાં કુલ 101 મકાન જર્જરિત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. તમામને અમે મકાન ખાલી કરવા તેમજ મકાન ઉતારી લેવા માટે નોટિસ આપી છે. મધ્યઝોનના સર્વેમાં સૌથી વધુ ભયજનક મકાન ખાડિયા વોર્ડમાં હોવાનું બહાર આવ્યું છે. કુલ 101 પૈકી 59 મકાનોમાં મકાન માલિકો પોતે રહેતા હોવાની માહિતી એસ્ટેટ વિભાગની તપાસમાં સામે આવી છે જ્યારે 52 મકાનમાં મકાન માલિક, ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું છે.

જર્જરિત ઈમારતની તસવીર
જર્જરિત ઈમારતની તસવીર

નોટિસ છતાં મકાનો ખાલી કરાતા નથી
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ તો આપવામાં આવે છે પરંતુ મકાનમાલિક અથવા ભાડુઆત દ્વારા આ મકાનો ખાલી કરવામાં કે ઉતારી લેવામાં આવતાં નથી. ભારે વરસાદમાં ભયજનક મકાનો પડી જવાની સંભાવના હોય છે અને બનાવો બની ચુક્યા છે પરંતુ કડક પગલાં લેવામાં ન આવતાં દુર્ઘટના બનતી હોય છે.

મ્યુનિ.એ સાવચેતીના પગલાં રૂપે તૈયારી આરંભી
નોંધનીય છે કે શહેરના ઘણા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો અને મકાનનો ભાગ ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે. જેમાં કેટલાક લોકોના મોતની સાથે ગંભીર ઈજાઓ પણ થતી હોવાનું સામે આવતું હોય છે. એવામાં મ્યુનિકોર્પોરેશન દ્વારા આ વર્ષે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.