તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્સંગ:અમદાવાદના મણિનગરમાં નાગપાંચમે મુક્તજીવન સ્વામીબાપાના આગમનના 78 વર્ષ પૂર્ણ થયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાનને શણગાર કરાયો - Divya Bhaskar
ભગવાનને શણગાર કરાયો
  • આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો

અમદાવાદમાં નાગ પાંચમના પર્વ નિમિત્તે મણિનગરમાં 27 ઓગષ્ટ શુક્રવારે સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો. યોગાનુયોગ આજે તિથિ અને વાર પણ એ જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે મુકતજીવન સ્વામીબાપા આજથી બરાબર 78 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1999 ના શ્રાવણ વદ પાંચમ - નાગપાંચમ, તારીખ 20 ઓગસ્ટ 1943ને શુક્રવારે મણિનગર પધાર્યા. ત્યારે મણિનગરમાં વેરાન જગ્યામાં માત્ર ત્રણ ઓરડી જ હતી. આ પાવન ધરા પર સત્સંગના પાયા નાંખવા માટે મુકતજીવન સ્વામીબાપાએ કમરકસી હતી.

પતરાળામાં ભગવાનને ખીચડી ધરાવી હતી
એ સમયે કોઈ સુવિધા ન હતી. ભગવાનના થાળ બનાવવા માટે વાસણ પણ ન હતાં. રસોઈ કરવા માટે કોલસાના કોથળામાં સંતે હાથ નાંખ્યો તો વિંછી હાથમાં આવ્યા. તે પણ એક બે નહીં, પણ વીંછીની લાઈન ચાલી હતી. તેથી કેરોસીનનો ડબ્બો કાપ્યો અને ખીચડી બનાવી અને ભગવાનને થાળ ધરાવ્યો હતો. ખીચડી સ્વામિનારાયણ ભગવાનને ધરાવવા માટે સોના ચાંદીના થાળ નહોતા, તેથી પતરાળામાં ખીચડી ભગવાનને ધરાવી હતી.

અનેક દેશોમાં હજારો સત્સંગીઓ બન્યા
અનેક દેશોમાં હજારો સત્સંગીઓ બન્યા

અનેક દેશોમાં હજારો સત્સંગીઓ બન્યા
ત્યારબાદ તેમની આ લોકકલ્યાણ પરિશ્રમના ફળ સ્વરુપે તો હાલ આફ્રિકા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા આદિ અનેક દેશોમાં હજારો સત્સંગીઓ બન્યા છે. અને તેઓ ભારતીય સંસ્કારોને સાચવી રહયા છે. આપણી સૌની ફરજ બને છે કે, મુકતજીવન સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના જે આપણી ઉપર ઉપકારો છે, તેને આજે યાદ કરવા જોઈએ અને તેમણે જે નિયમ ધર્મ આપેલા છે તે પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે કારણ સત્સંગના ઐતિહાસિક શુભ દિને સ્વામિનારાયણ ભગવાનને જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે ખીચડી ધરાવી હતી.

મણિનગર ખાતેનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર
મણિનગર ખાતેનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર

અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ
આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીમહારાજ હાલતાં – ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે. તેમની જાયગામાં જે આવે છે તે સત્સંગના રંગે રંગાઈ જાય છે. અનેક વ્યકિતઓ પોતાના જીવતરની કેડીને રચનાત્મક માર્ગે કંડારી શકયા છે. અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ છે. પરિવારમાં સ્નેહ - સંપના દીપક પ્રગટયા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠયા છે. વિદેશમાં પણ જને - જને સત્સંગના તેજરશ્મિ ફેલાયાં છે.મુક્તજીવન સ્વામીબાપાએ કારણ સત્સંગનું કેન્દ્ર સ્થાન સ્વામિનારાયણ મંદિર, મણિનગરનું શૂન્યમાંથી વિરાટ સર્જન કર્યું હતું જેને આજકાલ કરતાં 78 વર્ષો પસાર થઈ ગયાં.

અન્ય સમાચારો પણ છે...