તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના બે વૃદ્ધાની કહાણી:ઘરની હોસ્પિટલ હોવા છતાં ઘરમાં જ આઇસોલેટ થઈને કોરોનાને હરાવ્યો, કહ્યું - બિલકુલ તણાવમાં ન આવશો

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ઘરે જ આઇસોલેશનમાં રહી કોરોનાને હરાવનાર બંને વૃદ્ધાની તસવીર. - Divya Bhaskar
ઘરે જ આઇસોલેશનમાં રહી કોરોનાને હરાવનાર બંને વૃદ્ધાની તસવીર.
  • 87 વર્ષનાં માલતીબેન ભગવતી અને 82 વર્ષનાં પત્રલેખાબેન બોડીવાલા ઘરે રહીને ડોક્ટરની સલાહો અનુસરીને સ્વસ્થ થઈ ગયા

કોરોના થયો તો ગભરાવાની જરૂર નથી અને હોસ્પિટલમાં બિનજરૂરી દાખલ થવા દોડાદોડ કરવાની જરૂર નથી. પોતાના ઘરે જ આઈસોલેટ થઈ યોગ્ય ડૉક્ટરની બિનશરતી સલાહ માનવી. આ શબ્દો કોરોનાને માત આપીને બહાર આવેલાં અમદાવાદનાં બે સિનિયર સિટીઝન મહિલાનાં છે. 87 વર્ષનાં માલતીબેન ભગવતી અને 82 વર્ષનાં પત્રલેખાબેન બોડીવાલા ઇચ્છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની સુવિધા હોવા છતાં તેમણે ઘરે આઇસોલેટ રહી કોરોનાને માત આપી હતી. બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે તેમની ડોક્ટર દીકરીઓની સલાહ લીધી હતી અને દવાખાનામાં દાખલ થવાને બદલે હોમ આઇસોલેશનમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેમનું કહેવું છે કે, કોરોના થવાથી તણાવમાં આવવાની જરૂર નથી.

માલતીબેનની તસવીર
માલતીબેનની તસવીર

ક્વોરન્ટાઇનના સમય દરમિયાન ડીપ બ્રીધિંગ, પ્રાણાયમ જેવી કસરત અને દૃઢ મનોબળથી સ્ટ્રેસને હાવી થવા ન દીધો
સામદેવ હોસ્પિટલના ડિરેક્ટર ડો. શેફાલી દેસાઈ જણાવે છે કે, આ મહિને જ અમારા પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો હતો. મારી માતા માલતીબેનને પણ સંક્રમણ લાગ્યું હતું. મારી માતાને માઇલ્ડ બીપી, તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો જેવાં કોરોનાનાં તમામ લક્ષણો છતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે હોમ આઇસોલેશનમાં રાખ્યાં હતાં. તેમણે ઘરે જ જરા પણ તણાવ રાખ્યા વિના ઊંધા સૂવું, ડીપ બ્રીધિંગ અને પ્રાણાયમથી કોરોનાને હરાવ્યો. લોકો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારથી સ્ટ્રેસમાં આવી ડૉક્ટરની સલાહ વગર જ પોતે મૃત્યુના વિચારો સાથે હોસ્પિટલમાં દાખલ થવાની મથામણ કરવા લાગે છે, ઘણી વાર તો ડિપ્રેશનના કારણે ક્યારેક મૃત્યુ પણ પામે છે.

પત્રલેખાબેન બોડીવાલાની તસવીર
પત્રલેખાબેન બોડીવાલાની તસવીર

હોમ આઇસોલેશન પણ એક ઇલાજ, ખૂબ જરૂરી હોય તો જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખવો જોઈએ
મણિનગરની સિદ્ધિવિનાયક હોસ્પિટલનાં ડિરેક્ટર ડૉ.ગાર્ગી ખાંડેકરનાં માતા પત્રલેખાબેન બોડીવાલા (ઉં. 82)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઓક્સિજન લેવલ 90 સુધી પહોંચ્યું હતું. મોટી વય હોવા છતાં મનોબળ જાળવી દીકરીની હોસ્પિટલમાં જવાને બદલે પોતાને હોમ આઈસોલેટ કરી ડૉક્ટર દીકરીની સલાહ મુજબ દવા શરૂ કરી ગણતરીના દિવસોમાં કોરોનાને માત આપી હતી. ડૉ. ગાર્ગી જણાવે છે કે, કોરોનામાં બિલકુલ પેનિક થવાની જરૂર નથી. હોમ આઇસોલેશન તેનો ઈલાજ છે, માટે ખૂબ જરૂરી હોય તો જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખવો. બિનજરૂરી હોસ્પિટલની લાઇનોમાં ઊભા રહેવાથી ગરમી અને સ્ટ્રેસના કારણે ઓક્સિજન લેવલ ઘટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો