તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ પર આક્ષેપ:વાડજમાં સર્વેલન્સ સ્ક્વોડને મફતમાં પિચકારી ન આપી તો રાતે આવી ઉઠાવી ધોલધપાટ કરી ગુનો નોંધ્યો: વેપારી

અમદાવાદ2 મહિનો પહેલા
રાતે 10 પછી પોલીસવાળા આવીને બોલાચાલી કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ગુનો નોંધ્યો.
  • રાતે દુકાનદાર દુકાનમાં બેઠા હતા ત્યારે અચાનક પોલીસ આવી ઉઠાવી ગયા
  • સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા
  • માર માર્યો કે મફત પિચકારી લેવા ગયાની કોઈ વાત નથી: સેકન્ડ પીઆઇ

પોલીસની છાપ આમ તો હંમેશાં લોકોના મનમાં ખરાબ હોય છે અને વેપારીઓ પાસે તો પોલીસ મફત જ લઈ જાય એવી જ છાપ છે, જેને સાર્થક કરતો એક બનાવ અમદાવાદમાં બન્યો છે, જેમાં નવા વાડજ વિસ્તારમાં આવેલા મિર્ચી મેદાનમાં પિચકારી સીઝનેબલ સ્ટોરમાં વાડજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓએ સાંજના સમયે જઈ મફત પિચકારી માગી હતી. જોકે દુકાનદારે મફતમાં એ ના આપતાં રાતે 10 વાગ્યા બાદ આવીને માર માર્યો હોવાનો આક્ષેપ વેપારીએ કર્યો છે.

આવી કોઈ ઘટના મારા ધ્યાન પર આવી નથી: DCP
આ મામલે વાડજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સેકન્ડ પીઆઇ આર.એચ. સોલંકીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે રાતે દુકાન ચાલુ રાખી હતી અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. માર માર્યો કે મફત પિચકારી લેવા ગયા એવી કોઈ વાત નથી, જ્યારે DCP ઝોન 1 ડો. રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના મારા ધ્યાન પર આવી નથી.

મફતમાં ન આપતાં 10 વાગ્યા બાદ પોલીસકર્મીઓ આવ્યા હતા.
મફતમાં ન આપતાં 10 વાગ્યા બાદ પોલીસકર્મીઓ આવ્યા હતા.

ફ્રીમાં પિચકારી ન આપી તો સ્ટેશન લઈ જઈ માર્યો
નવાવાડજ વિસ્તારમાં રહેતા અને મિર્ચી મેદાનમાં જય જોગણી નામે સીઝનેબલ સ્ટોર ધરાવતા દિલીપભાઈનો આક્ષેપ છે કે 28મી માર્ચે સાંજના સાત વાગ્યની આસપાસના સમયે વાડજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસકર્મીઓ સ્ટોરમાં આવ્યા હતા. ફ્રીમાં પિચકારી માગી હતી, જે મફતમાં ન આપતાં 10 વાગ્યા બાદ પોલીસકર્મીઓ આવ્યા હતા અને વાડજ સ્ટેશનમાં લઈ જઈ સામાન્ય ધોલધપાટ કરી હતી.

વાડજ સ્ટેશનમાં લઈ જઈ સામાન્ય ધોલધપાટ કરી હતી.
વાડજ સ્ટેશનમાં લઈ જઈ સામાન્ય ધોલધપાટ કરી હતી.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
રાતે સીઝનલ ધંધો છે, એટલે અમે દુકાનમાં રાતે પડદો પાડી માલસામાન ત્યાં જ હોવાથી ત્યાં જ રહેતા હતા. રાતે કારીગરો સાથે બેઠા હતા અને બાદમાં રાતે 10 પછી પોલીસવાળા આવીને બોલાચાલી કરી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો