પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ:પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડજ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
વાડજ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

આશ્રમ રોડ પરની આવેલી એશિયા પેસિફિક ઈન્સ્ટીટ્યુટની હેડ ઓફિસમાં કોલેજના ડાયરેકટર અને પૂર્વ પ્રોફેસર વચ્ચે વિવાદ થતા બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. કોલેજના પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, ડાયરેકટર અને મહિલા કર્મચારીએ પતિનો બાકી પગાર લેવા જતા મારમાર્યો હતો. જ્યારે ડાયરેક્ટરે પૂર્વ પ્રોફેસર વિરુદ્ધ મારમાર્યાની ફરિયાદ કરી છે.

'પતિનો બાકી પગાર માગતા માર માર્યો'
એશિયા પેસિફિક ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટમાંથી સસ્પેન્ડ થયેલા પ્રોફેસરની પત્નીએ ડાયરેકટર પરેશ ગજ્જર અને મહિલા કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ પતિનો સંસ્થામાં દોઢ લાખ રૂપિયા પગાર બાકી હતો. આથી તે પગાર લેવા હેડ ઓફિસ પહોંચ્યા તો મિટિંગ ચાલુ હોવાથી રાહ જોઇને બેઠા હતા. સાંજે 6 વાગ્યે ડાયરેકટ પરેશ ગજજરે મળીને 'તમે કેમ અહીંયા આવ્યા છો? પગાર નહિ મળે.' તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સાથે જ હાજર મહિલા કર્મચારીએ પણ અપશબ્દો કહ્યા હતા. ફરિયાદી અને તેમના પતિને મારમારી ધક્કા મારી બહાર કઢાતા 181 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો.

પૂર્વ પ્રોફેસર સામે ડાયરેક્ટરની ફરિયાદ
બીજીબાજુ પરેશ ગજ્જરે નોંધાવેલી ફરિયાદ મુજબ, પૂર્વ પ્રોફેસરે આવીને અપશબ્દો બોલ્યા અને ડાયરેક્ટરનો કોલર પકડી 'મને કેમ સસ્પેન્ડ કર્યો?' તેમ કહી ઝપાઝપી અને મારામારી કરી ઓફિસની મહિલા કર્મચારીને મારમારી છેડતી કરી હતી. હાલ તો વાડજ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...