કોરોનાની અસર શિક્ષણ પર પડી છે. કોરોનાના કારણે પાછલા વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જ અભ્યાસ કરી રહ્યા હતા. સ્કૂલ લેવલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. બીજી બાજુ યુનિવર્સિટી-કોલેજોમાં પણ ગ્રેજ્યુએશન સુધીના ઇન્ટરમીડિયેટ વિદ્યાર્થીઓને પ્રોગ્રેશન આપવાનો નિર્ણય કરાયો છે. એવામાં GTUએ BE સેમેસ્ટર 8ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. જે મુજબ, હવે તેમની વિદ્યાર્થીઓને સહઅભ્યાસક પ્રવૃત્તિના 100 પોઈન્ટ મેળવવા હવે ફરજિયાત નથી.
BE સેમેસ્ટર 8ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા BE સેમેસ્ટર 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં GTU એ 100 પોઈન્ટ એક્ટિવિટી માટે વિદ્યાર્થીઓને આપી રાહત આપી છે. હવે સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે 100 પોઇન્ટ હોવા જરૂરી નહીં. કોરોનાને કારણે વિદ્યાર્થીઓને 100 પોઈન્ટ પૂરતા મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. તેથી BE ડીગ્રી માટે વિદ્યાર્થીઓને સહઅભ્યાસક પ્રવૃત્તિના 100 પોઈન્ટ મેળવવા હવે ફરજિયાત નહીં રહે તેવો નિર્ણય લેવાયો છે.
GTUએ DG લોકરમાં 7 સર્ટિફિકેટ અપલોડ કર્યા
જીટીયુના વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મદદ મળે તે માટે ઈજનેરી, ફાર્મસી, મેનેજમેન્ટ સહિતના 40 કોર્સના 7 લાખથી વધુ વિદ્યાર્થીના 2011થી 2020 સુધીના સર્ટિફિકેટ ડીજીલોકર પર મૂક્યા છે. જેથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણેથી ડિગ્રી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે, આ પ્રકારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરનારી જીટીયુ દેશની એકમાત્ર યુનિવર્સિટી બની છે. બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ સ્થાન મેળવ્યું છે.
વિદ્યાર્થીઓને ઓનલાઈન તમામ સવલતો
જીટીયુના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિના વેરિફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહેશે. જીટીયુના કુલસચિવે કહ્યું હતું કે, આઈટી વિભાગના વડા કેયુર શાહ, પ્રોગ્રામર રૂપેન્દ્ર ચૌરસિયા સહિતની ટીમે કામગીરી હાથ ધરી એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્કિટેક્ચર, કમ્પ્યૂટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાથી લઈને પીએચડી સુધીના અભ્યાસક્રમ ચલાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.