તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તો વિનાની હોળી:કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં આ વર્ષે હરિભક્તો વિના જ ફુલદોલોત્સવનું આયોજન, ઓનલાઈન દર્શન કરી શકાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફુલદોલોત્સવની ફાઈલ તસવીર - Divya Bhaskar
ફુલદોલોત્સવની ફાઈલ તસવીર
  • અમદાવાદ-મહેમદાબાદ રોડ પર આવેલા કુમ કુમ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે ફુલદોલોત્સવનું આયોજન

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ગુજરાત સરકારે હોલિકા દહનના કાર્યક્રમને મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં મંજૂરી આપી. ત્યારે ધૂળેટીના પર્વની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે અમદાવાદ-મહેમદાબાદ રોડ પર આવેલા કુમ કુમ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે ફુલદોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હરિભક્તોની ગેરહાજરીમાં યોજાનારા આ ઉત્સવમાં ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકાશે.

કુમકુમ મંદિરમાં હોળી-ધૂળેટીની ઉજવણી
આગામી 28 માર્ચે સ્વામિનારાયણ મંદિર કુમકુમ ગાદી સંસ્થાનના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સાનિંધ્યમાં હોળીની ઉજવણી કરાશે. જેમાં સવારે 8થી 8.15 વાગ્યા દરમિયાન ભગવાન સ્વામિનારાયણને હિંડોળામાં બિરાજમાન કરીને ધાળીથી અભિષેક કરવામાં આવશે. જ્યારે 29મી તારીખે ફુલદોલોત્સવનું આયોજન કરાયું છે.

ઓનલાઈન ફુલદોલોત્સવનું આયોજન
આ કાર્યક્રમમાં સવાર 8.30થી 9 વાગ્યા દરમિયાન સ્વામિનારાયણ ભગવાનને ગાર્ડનમાં હિંડોળામાં બિરાજમાન કરીને કેસુડાના જળથી રંગવામાં આવશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ઉત્સવ ઓનલાઈન જ ઉજવાશે. એવામાં હરિભક્તોને દર્શનનો ઓનલાઈન જ લાભ મળી રહેશે.

અમદાવાદમાં રંગો વિનાની ધૂળેટી
કોરોના સંક્રમણ વધતાં રાજ્યમાં હોળી- ધૂળેટી ઉજવવા પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં ધૂળેટીની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેનામા મુજબ જાહેરમાં આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય, કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય. ધૂળેટીની રજાના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો