તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:અમદાવાદમાં આવતીકાલે સિવિલ, અર્બન હેલ્થ સેન્ટર અને AMC સંચાલિત હોસ્પિ.માં વેક્સિનેશન બંધ રહેશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આવતીકાલે રવિવાર હોવાથી વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવશે.
  • સરદાર પટેલ સ્ટેડિયમ તથા 7 કોમ્યુનિટી હોલમાં 45+ના લોકો માટે વેક્સિનેશન ચાલુ રહેશે.

અમદાવાદ શહેરમાં આવતીકાલે રવિવારે અર્બન હેલ્થ સેન્ટર, AMC સંચાલિત હોસ્પિટલો, અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં નાગરિકોને વેક્સિન નહીં આપવામાં આવે. નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઇવ-થ્રુ વેક્સિન અને 7 કોમ્યુનિટી હોલમાં જ 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની કામગીરી ચાલુ રહેશે.

રવિવાર વેક્સિનેશન બંધ રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે પ્રેસ નોટ જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. જે મુજબ, આવતીકાલે રવિવાર હોવાથી અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો તથા સિવિલ હોસ્પિટલમાં નાગરિકોનું રસીકરણ બંધ રહેશે.

નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન
નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન

કઈ જગ્યાએ વેક્સિન અપાશે?
જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન તથા અન્ય સાત કોમ્યુનિટી હોલમાં 45થી વધુ ઉંમરના નાગરિકોને વેક્સિન આપવાનું ચાલું રહેશે. આ કોમ્યુનિટી હોલમાં નિકોલમાં મંગલ પાંડે હોલ, આંબલીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ, બોડકદેવમાં વસ્ત્રાપુરનો કોમ્યુનિટી હોલ, ન્યુ ગોતામાં સાયન્સ સિટીમાં આવેલ વિજ્ઞાન ભવન, પાલડીમાં ટાગોર હોલ, રાણીપમાં કોમ્યુનિટી હોલ, નવા વાડજમાં જોઈતારામ પટેલ કોમ્યુનિટી હોલનો સમાવેશ થાય છે.

સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્ર્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ
નોંધનીય છે કે રાજ્યમાં કોરોનાનું વેક્સિનેશન પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે આજે અમદાવાદ શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી ઉપરના લોકોને ડ્રાઇવ થ્રુ વેક્સિન આપવામાં આવશે. આજે વહેલી સવારથી જ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ગાડીઓની લાઈન લગાવી હતી. સરદાર પટેલ સ્ટેડિયમથી સરદાર પટેલ બાવલા સુધી ગાડીઓની એક કિલોમીટર લાંબી લાઈન લાગી છે. જોકે માત્ર ગાડીઓમાં આવનાર લોકોને જ વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટુ વ્હીલર પર આવનાર લોકોને પરત મોકલવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.ત્યારે બાદ હવે ટુ વ્હીલર વાળાને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. લોકોને લાઈનમાં અંદર જવા દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 100 જેટલા લોકોએ વેક્સિન લઈ લીધી છે.

ડ્રાઈવ થ્રુમાં કેવી રીતે મળશે વેક્સિન?
વાહનમાં આવનાર વ્યક્તિએ સ્ટેડિયમમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. માન્ય આધાર પુરાવા સાથે તેઓએ રજિસ્ટ્રેશન થયા બાદ તેમને ટોકન આપવામાં આવે છે. જે લઈ આગળ વેક્સિન કાઉન્ટર પર જઈ અને વેક્સિન લેવાની રહેશે. 3 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 3 વેક્સિનેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ગાડીમાં બેઠા બેઠા જ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત સવારના સાડા નવ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે કરવામાં આવી
ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત સવારના સાડા નવ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે કરવામાં આવી

સૌપ્રથમ ભુજમાં થઈ હતી શરૂઆત
આ પહેલા ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલના મેદાન ખાતે કચ્છના વહીવટીતંત્ર દ્વારા કોરોના રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા તેમજ વધુમાં વધુ લોકો રસી લેવા માટે આગળ આવે તે માટે કચ્છમાં પ્રથમ વખત ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.

રાજ્યમાં 1 લાખ 86 હજાર 659ને રસી આપવામાં આવી
ગઈકાલે(7 મે) રાજ્યમાં 1 લાખ 86 હજાર 659ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 24 હજાર 941 લોકોને પ્રથમ ડોઝ અને 29 લાખ 89 હજાર 975 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 32 લાખ 14 હજાર 916નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 22 હજાર 474ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38 હજાર 139 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1 લાખ 10 હજાર 614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...